ખેલ જગત

કોઈ અભિનેતા કરતા જરા પણ કમ નથી ટોકિયો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડા, જુઓ તેની સ્ટાઈલિશ તસવીરો

ગોલ્ડ મેડલ લાવનાર આ અસલી હીરોની 7 PHOTOS જોતા જ છોકરીઓ થશે ગાંડી, જુઓ

શનિવારનો દિવસ દેશમાં માટે કોઈ ઉત્સવથી કમ નહોતો. ટોકિયો ઓલમ્પિકની અંદર ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો. ભલા ફેંકની અંદર નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ મળવ્યો અને ભારતને એક મોટું સન્માન આપાવ્યું. આજે આખો દેશના દરેક નાગરિકના મોઢા ઉપર એક જ નામ છે. નીર જ ચોપડા. ત્યારે આજે અમે તમને નીરજ ચોપડા વિશેની એવી એવી બાબતો જણાવીશું જે આજ પહેલા તમને પણ ખબર નહીં હોય.

નીરજ ચોપડા દેખાવવામાં પણ ખુબ જ સ્ટાઈલિશ છે. તે દેખાવમાં કોઈ અભિનેતા કરતા જરા પણ કમ નથી. સોશિયલ મીડિયામાં નિરાજની સ્તાઈલિશ તસવીરો પણ વાયરલ થઇ રહી છે.  એક સમય હતો જયારે નીરજ ચોપડાને ગણ્યા ગાંઠ્યા લોકો ઓળખતા હતા, પરંતુ આજે આખો દેશ તેને ઓળખે છે. તેને ગોલ્ડન બોય તરીકેની નામના મળી ચુકી છે.

નીરજે પોતાના લક્ષ સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાથી દુરી બનાવી લીધી હતી. આ ઉપરાંત તેને મોબાઈલ ફોન પણ વાપરવાનું છોડી દીધી હતું.  તે પોતાના ફોનને ફક્ત ત્યારે જ ઓન કરતો હતો જયારે તેની માતા સાથે તેને વાત કરવી હોય. તે પોતાના પરિવારના બીજા સદસ્યો સાથે પણ વાત કરવાની ના પાડતો હતો.

નીરજ ચોપડાના લુક અને તેની હર સ્ટાઇલ વિશેની ઘણી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ટોકિયો ઓલમ્પિકમાં ભાગ લીધા પહેલા નીરજ વાળને લાંબા રાખતો હતો. તેની હેર સ્ટાઇલ ખુબ જ ફેમસ હતી. પરંતુ ટોકિયોમાં તે એક નવા જ લુકમાં નજર આવ્યો. તેને પોતાના વાળ કપાવી લીધા અને તેનો આ નવો લુક પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યો.

નીરજને પોતાના લાંબા વાળ ખુબ જ પસંદ આવતા હતા. તે છતાં પણ તેને પોતાના વાળની કુરબાની આપી દીધી. ખબરો પ્રમાણે તેને લાગતું હતું કે લાંબા વાળના કારણે તેને ભલા ફેંકમાં તકલીફ આવશે જેના કારણે તેને વાળ કપાવી નાખ્યા અને આજે પરિણામ આખી દુનિયાની સામે છે.

નીરજ હરિયાણાના પાનીપતના એક નાનકડા ગામ ખોન્દ્રાનો રહેવાસી છે. તમે આજે જે નીરજને જોઈ રહ્યા છો, હકીકતમાં તે એવો નહોતો. બાળપણમાં તે ખુબ જ વજન વાળો હતો. તેનું વજન લગભગ 80 કિલો જેટલું હતું.

તે કુર્તો અને પાયઝામો પહેરતો હતો જેના કારણે બધા જ તેને સરપંચ કહેતા હતા. પરંતુ તેના બાદ બિરાજે તેનું વજન એવી રીતે ઓછું કર્યું કે જોવા વાળા પણ ખુબ જ હેરાન રહી ગયા હતા. પરંતુ નીરજ આજે એટલો હેન્ડસમ દેખાઈ રહ્યો છે કે તેની  બાયોપિક ફિલ્મમાં તે પોતે હીરોનો અભિનય કરી શકે છે.

ખબરો પ્રમાણે બાળપણમાં નીરજ બહુ જ મસ્તીખોર હતો. તે ગામની અંદર મધમાખીના પૂડા સાથે છેડછાડ કરતો હતો. સાથે જ ભેંસના પૂછડાં પણ ખેંચીને શરારત કરતો હતો. જો કે હાલ તે આવી શરારત નથી કરતો. અને પોતાની રમત ઉપર જ ધ્યાન આપે છે.