એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યુ અઢી કરોડનું સોનુ, એવી એવી જગ્યાએ છુપાવ્યું કે હોંશ ઉડી જશે વિડીયો જોઈને

આ ભાઈએ સોનુ શરીરમાં એવી એવી જગ્યાએ છુપાવ્યું કે જોતા જ પોલીસને પણ આંખે આવી ગયા અંધારા

ચેન્નાઇ એરપોર્ટ પર એ જોવા મળ્યુ છે કે, તેને જોઇને બધા હેરાન રહી ગયા છે. ચેન્નાઇ એરપોર્ટ પર સોનાની તસકરી જોઇ કસ્ટમ અધિકારી પણ ચોંકી ગયા હતા. તસકરો એ બધી જ રીત નીકાળે છે, જેનાથી તેઓ બચી શકે. બીજી બાજુ અધિકારી પણ નાની-મોટી વસ્તુઓ પર નજર રાખે છે. એવામાં તસકરી તેમની પકડમાં આવી જાય છે.

ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સીમા શુલ્ક અધિકારીઓએ છેલ્લા 2 દિવસોમાં 6 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 2.53 કરોડનું 5.5 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યુ છે. આ સાથે જ ખાડીથી જતા આવતા યાત્રિઓ પાસેથી 24 લાખ રૂપિયાની વિદેશી મુદ્રાઓ જપ્ત કરવામાં આવી છે.

Image Source

ભારતમાં સોનાની એટલી માંગ છે કે, તમામ સુવિધાઓ છત્તાં લોકો તેના અવૈધ વેપારથી ઊંચા આવતા નથી. ચેેન્નાઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અવૈધ રૂપથી સોનુ છૂપાવીને લાવનાર 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટના અધિકારીઓએ મીડિયાને જણાવ્યા અનુસાર, 5.55 કિલો સોનુ સીઝ કરવામાં આવ્યુ છે. જેની કિંમત અઢી કરોડ રૂપિયા છે. આ સાથે જ 24 લાખ રૂપિયાની વિદેશી મુદ્રાઓ પણ જપ્ત કરવામાં આવી છે. તેમજ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Image Source

દુબઇથી આવેલા મેગ્રોબ અકબરલી અને જુબેર હસનને બહાર નીકળતા સમયે રોકવામાં આવ્યા. તેમના વાળની સ્ટાઇલ જોઇને શંકાસ્પદ લાગી. તપાસ કરવા પર ખબર પડી કે તેઓએ વિગ પહેરી હતી. તેમની વિગની અંદર સોનાના બે પેસ્ટ પેકેટ લાગેલા હતા. જેનુ વજન 698 ગ્રામ હતું.

એક જ ઉડાનથી પહોંચેલા બાલુ ગણેશનનેે પણ વચ્ચે રોકવામાં આવ્યો અને તેની પાસે સોનાના પેસ્ટના ત્રણ બંડલ મળ્યા, જેનું વજન 622 ગ્રામ હતું. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Image Source

શનિવારે વિલ્લુપુરમમાં રહેનાર 24 વર્ષીય અંબાઝગનને પણ બહાર નીકળતા રોકવામાં આવ્યા હતા. વ્યક્તિગત રીતે તપાસ કરતા 1.5 કિલો સોનાના પેસ્ટના ચાર પેકેટ જપ્ત કરવામાં આવ્યા. જેની કિંમત 62 લાખ રૂપિયા છે. આ સાથે જ 26 વર્ષીય ચેન્નાઇના રહેવાસી થમિન અંસારીએ યાત્રિ પાસેથી સોનુ લેવા માટે સંપર્ક કર્યો હતો.

Image Source

આ પહેલા શુક્રવારના રોજ રામનાથપુરમના 22 વર્ષીય સૈય્યદ અહમદુલ્લા, સલેમના 33 વર્ષીય સંતોષ સેલ્વમ, ચન્નાઇના 35 વર્ષીય સલેમ અને અબ્દુલ્લા જે ઇકે 542 અને જી 9471થી દુબઇ અને શારજાહથી ચેન્નાઇ પહોંચ્યા હતા. તેમને પણ બહાર નીકાળતા રોકવામાં આવ્યા હતા. તેમની હેર સ્ટાઇલ સંદિગ્ધ લાગી રહી હતી. તપાસમાં તેમને પણ વિગ પહેરેલી સામે આવ્યુ અને ત્રણ યાત્રિઓના વિગ નીચે સોનાના પેસ્ટ વાળા 3 પેકેટ જપ્ત કરવામાં આવ્યા.

જુઓ વીડિયો :-

Shah Jina