અજબગજબ

OMG : બ્રિટિશ પેલેસમાંથી ‘અમેરિકા’ નામનું ચોરાયું, કિંમત જાણીને આંખે અંધારા આવી જશે- જાણો વિગત

આપણે દરરોજ વાંચ્યું કે સાંભળ્યું હશે કે બાઈકની ચોરી થઇ, ઘરફોડ ચોરી થઇ કે પૈસાની ચોરી થઇ પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું કે વાંચ્યું છે કે ટોયલેટની ચોરી પણ થઇ શકે ? પરંતુ આ સાચું છે. લંડનમાં એક સૌથી કિંમતી ટોયલેટની ચોરી થઇ છે. લંડનમાં ચોર ટોયલેટ ચોરી ગયો છે. સાંભળવામાં થોડું અટપટું લાગશે તો બીજી તરફ વિચાર પણ આવશે કે આ ચોર આ ટોયલેટનું શું કરશે ? આ કોઈ મામૂલી ટોયલેટ ના હતું પરંતુ દુનિયાનું સૌથી કિંમતી ટોયલેટ હતું.આ ટોયલેટ સોનાનું હતું.

Image Source

આ સોનાના ટોયલેટની કિંમત 35 કરોડ રૂપિયા જાણવામાં આવી રહી છે. સોનાના આ ટોયલેટને ઇતાલવી કલાકાર મોરિજીયો કૈટલેને તૈયાર કર્યું હતું. આ ટોયલેટ ભલે સોનાથી બનાવેલું હતું પરંતુ તે કામ સામાન્ય ટોયલેટની જેમ કરતું હતું.આ ટોયલેટમાં બધી સુવિધા હતી.

સોનાથી બનેલા આ ટોયલેટને બ્લેનહેમ પેલેસમાં એક પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું.જણાવી દઈએ કે,આ મહેલમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી વિસ્ટન ચર્ચિલનો જન્મ થયો હતો. આ ટોયલેટને ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડશાયરના બ્લેનહોમ પેલેસમાં બનેલા બાથરૂમમાં 18 કેરેટ સોનાનું ટોયલેટ લગાવવામાં આવ્યું હતું. આ ટોયલેટનું નામ અમેરિકા હતું.

બ્લેનહેમ પેલેસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ચોરી 14 સપ્ટેમ્બરે સવારે 4:50 થઇ હતી. ટોયલેટ ચોરી થવાની ખબર ત્યારે પડી જયારે બાથરૂમમાંથી પાણી બહાર આવવા લાગ્યું. આ ટોયલેટને સામંહત નાગરિક માટે ગુરુવારે ખોલવામાં આવ્યું હતું. આ ટોયલેટ ચોરીના મામલે એક 66 વર્ષના શખ્સની ધરપકડ કરી છે.

પોલીસે આ ચોરી અંગે કહ્યું હતું કે આ મામલે હજુ મુદામાલની શોધખોળ ચાલુ છે. આ ટોયલેટની શોધવાની અને ચોરને ઝડપવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસે પણ નાગરિકોને અનુરોધ કર્યો છે કે કોઈ પણ જગ્યાએ જોવા મળે તો તુરંત જ સંપર્ક કરે.

Image Source

‘અમેરિકા’ના નામથી જાણીતા આ ટોયલેટને સૌ પ્રથમ ન્યુયોર્ક સીટીમાં 2016માં ગગેનહાઇમ પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું. આ અમેરિકા ટોયલેટને એક વખત લોન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઓફર કરવામાં આવ્યું હતું. બ્લેનહાઇમ પેલેસમાં આ ટોયલેટને એ રૂમની પાસે લગાવવામાં આવ્યું હતું.જ્યાં ચર્ચિલનો જન્મ થયો હતો.

પ્રદર્શનમાં આ ગોલ્ડન ટોયલેટનો ઉપયોગ કરવા માટે વિઝિટર્સને 3 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.થેમ્સ વેલી પોલીસનું માનવું છે કે, આ ટોયલેટને લઇ જવા માટે 2 વાહનન ઉપયોગ કરવામાં આવ્યો હશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks