ખબર

ખુશખબરી! 4 મહિનાના ઉચ્ચ સ્તર પરથી નીચે આવ્યુ સોનુ, ચાંદીમાં પણ ઘટ્યા ભાવ, જાણો કિંમત

સતત ત્રણ દિવસ વધારા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય દેશમાં ઘટાડા વચ્ચે મંગળવારે એટલે કે 25 મેના રોજ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

એમસીએક્સ પર સોનુ 0.20% ઘટાડા સાથે 48,455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયુ છે, જયારે ચાંદીની કિંમતમાં 0.45% ઘટી 71,487 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયુ છે.

10 ગ્રામ સોનાનો ભાવ મંગળવારે 48,455 પર ટ્રેડ કરી રહ્યો છે જયારે ચાંદી ઘટાડા બાદ 71,487 રૂપિયા ટ્રેડ કરી રહ્યુ છે. છેલ્લા સંત્રમાં સોનું 0.26% વધીને 4 મહિનાના ઉચ્ચ સ્તર પર બંધ થયુ હતુ. બીજીબાજુ જોઇએ તો, ચાંદીની કિંમતમાં 1 ટકાથી વધુનો વધારો આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો કારણ કે સારૂ જોખમ લેવાની ક્ષમતાએ આંતરરાષ્ટ્રીય ઇક્વિટી બજારોને ઉચ્ચ સ્તર પર પહોંચાડી દીધુ. જો કે, ડોલર અને બોન્ડ યીલ્ડમાં નરમીને કિંમતી ધાતુના ઘટાડાને સીમીત કરી દીધો.