તહેવાર નજીક આવતા જ ફરી એકવાર સોના-ચાંદીમાં તેજી આવી છે. 12 માર્ચે ઘણા દિવસના વિરામ બાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. સોનાના માર્કેટની શરૂઆત સુસ્ત થઈ હતી પણ પાછળથી તેના ભાવમાં વધારો નોંધાયો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેના ભાવમાં વધારો થશે તેવી સંભાવના છે. સોના અને ચાંદીના વેપારની શરૂઆતમાં તેજી જોવા મળી રહી છે. આજે ચાંદીના ભાવ ઊંચા સ્તરે ખુલ્યા છે. હાલ સોનાનો ભાવ લગભગ 86,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ લગભગ 98,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ધીમી શરૂઆત પછી ભાવમાં વધારો
સોનાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાનો એપ્રિલનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ 13 રૂપિયાથી ઘટીને 86,139 રૂપિયા પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ 86,152 રૂપિયા હતો. જો કે ત્યારબાદ 44 રૂપિયાના વધારા સાથે હાલ સોનાનો ભાવ 86,196 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીમાં પણ ચમકાટ
ચાંદીના ભાવની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ. 12 માર્ચે MCX પર ચાંદીનો બેન્ચમાર્ક માર્ચ કોન્ટ્રાક્ટ 430 રૂપિયના વધારા સાથે 98,562 રૂપિયા પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ 98,132 રૂપિયા હતો. ત્યારબાદ 398 રૂપિયાના વધારા સાથે 98,530 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત શરૂઆત
આજે સોના અને ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધારા સાથે શરૂ થયા. કોમેક્સ પર સોનું 2922.30 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ 2920.90 ડોલર પ્રતિ ઔંસ હતો. તે 1.70 વધીને 2922.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીના ભાવ 33.37 ડોલર પર ખુલ્યા. અગાઉનો બંધ ભાવ 33.14 ડોલર હતો. હાલ તે 0.15 ના વધારા સાથે 33.29 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.