આજે 10 ફેબ્રુઆરી 2023ના રોજ, ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 56 હજાર રૂપિયાથી વધુ છે અને ચાંદીની કિંમત 66 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 56,983 રૂપિયા છે.
જ્યારે 999 શુદ્ધતાની ચાંદી 66,425 રૂપિયા છે.આજે સવારે 10.30 વાગ્યે મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જમાં ગોલ્ડ ફ્યુચર્સ 0.57% ઘટીને રૂ. 56,530 થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 57597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે ઘટીને 56,983 રૂપિયા થઈ ગઈ. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, 995 શુદ્ધતાના 10 ગ્રામ સોનાની કિંમત આજે સવારે ઘટીને 56,755 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, 916 શુદ્ધતાનું સોનું આજે 52196 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 750 શુદ્ધતાના સોનાનો ભાવ ઘટીને 42,737 થયો છે. સાથે જ 585 શુદ્ધતા ધરાવતું સોનું આજે સસ્તું થઈને રૂ.33,335 પર આવી ગયું છે.
આ સિવાય 999 શુદ્ધતાની એક કિલો ચાંદી આજે 66,425 રૂપિયા થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય IBJA શનિવાર અને રવિવારે દર જારી કરતું નથી. છેલ્લા ઘણા સપ્તાહોથી નવી ઊંચાઈ તરફ જઈ રહેલું સોનું આખરે 56,600ની રેન્જમાં પાછું આવ્યું અને શુક્રવારે તેમાં ઘટાડો જોવા મળ્યો.