સોના-ચાંદીની કિંમતોમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. એવામાં જો તમે સોના-ચાંદીની ખરીદી કરવા ઇચ્છો છો તો આ સારો અવસર છે. તમને જણાવી દઇએ કે, ગુડ રિટર્ન વેબસાઇટ અનુસાર આજે 22 કેરેટ સોનાનો ભાવ 47,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. આ ઉપરાંત ચાંદીની વાત કરીએ તો તેમાં પણ થોડી નરમી જોવા મળી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
22 કેરેટ સોનાની વાત કરીએ તો, દિલ્લીમાં પ્રતિ 10 ગ્રામ સોનું 47410 રૂપિયા છે, જયારે મુંબઇમાં 47340 રૂપિયા છે. ચેન્નાઇ અને કોલકાતામાં 45420 રૂપિયા અને 47660 રૂપિયા છે.
24 કેરેટ સોનાની વાત કરીએ તો, દિલ્લીમાં તેનો ભાવ 51710 રૂપિયા, મુંબઇમાં 48340 રૂપિયા ચેન્નાઇમાં 49550 અને કોલકાતામાં 49760 રૂપિયા છે.
ચાંદીની કિંમતની વાત કરીએ તો, દિલ્લીમાં 1 કિલોગ્રામ ચાંદી 68400 રૂપિયા, મુંબઇમાં પણ 68400 રૂપિયા અને ચેન્નાઇ તેમજ કોલકાતામાં 73200 અને 68400 રૂપિયા છે.