સુરતના ઝવેરીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને આપી ગોલ્ડની આ શાનદાર ગિફ્ટ, જુઓ વીડિયો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બોલિવૂડના સૌથી વધુ રાહ જોવાતા ભવ્ય લગ્નોમાંથી એક છે. રણબીર અને આલિયાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ અઠવાડિયે આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

ડાયમંડ સિટી સુરતના એક જ્વેલસે ગોલ્ડન ફોઈલ રોઝનો એક 5 ફૂટનો બુકે આલિયા રણબીરને ગિફ્ટમાં કર્યો છે. જ્વેલર્સ દ્વારા સ્પેશિયલ 5 ફૂટ મોટો બુકે તૈયાર કરીને મોકલ્યો છે જેની કિંમત લાખો રૂપિયામાં થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે જ્વેલર્સ એવા ચોક્સી પરિવાર દ્વારા આ ગોલ્ડન ગિફ્ટ બનાવવામાં આવી છે.

આખો ચોક્સી પરિવાર સેલિબ્રિટી રણબીર-આલિયાનો ડાઈ હાર્ડ ફેન છે. સુરતના જ્વેલર્સના પરિવારના લોકો આલિયા અને રણબીરના ખૂબ જ જબરજસ્ત ફ્રેન્ડ છે. તેમણે વિચાર્યું કે આ કપલને આપણા તરફથી કોઈ એવી ભેટ મોકલવામાં આવે કે જીવનભર યાદગાર બની રહે. જેથી તેમણે સ્પેશિયલ ગોલ્ડન ફોઈલ રોઝનો બુકે ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને મોકલ્યો છે. લેબોરેટરીમાં ટેસ્ટ કર્યાના સર્ટિફિકેટ સાથે આ રોઝનો બુકે મોકલવામાં આવ્યો છે.

ધાર્મિક વિધિઓ શરૂ થાય તે પહેલાં, રણબીર કપૂરના ઘરે ઋષિ કપૂરની યાદમાં પૂજા કરવામાં આવી હતી. આ સિવાય આજે રણબીર અને આલિયાની મહેંદી સેરેમની પણ થશે. લગ્નના ફંક્શનને લઈને કપૂર પરિવાર અને નજીકના મિત્રો આરકે હાઉસ પહોંચવા લાગ્યા છે. પૂજામાં સામેલ થવા માટે નીતુ કપૂર દીકરી રિદ્ધિમા કપૂર અને પૌત્રી સમારા સાહની સાથે ઘરે પહોંચી હતી.

આ ઉપરાંત રણબીર કપૂરની બહેનો કરીના કપૂર અને કરિશ્મા કપૂર તેમજ તેના ખાસ મિત્ર અયાન મુખર્જી સહિત અનેક સેલેબ્સ વેડિંગ વેન્યુ પર પહોંચ્યા છે. આ દરમિયાનના અનેક વીડિયો ત્યાં હાજર પેપરાજીઓએ તેમના કેમેરામાં કેદ કર્યા હતા અને જે પછી સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયા હતા. ત્યારે આ બધા વચ્ચે એક ખૂબ જ સરસ વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે, બે છોકરાઓ ગોલ્ડ પ્લેટેડ રોઝ લઇ ઊભા છે.

તેઓ કહી રહ્યા છે કે, આ ગોલ્ડ પ્લેટેડ રોઝ છે અને આ 100% રિઅલ છે. તેમને એવું પૂછવામાં આવી રહ્યુ છે કે, કયાંથી આવ્યા છો તમે તો તેના જવાબમાં છોકરાઓ કહે છે કે તે લોકો સુરતથી આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, તેમનું નામ રોનક છે અને આ જેણે મોકલ્યુ છે તે કુશલભાઇ જ્વેલર્સે સુરતથી મોકલાવ્યુ છે. ખરેખર આ વીડિયો ખૂબ જ સુંદર છે અને જે ગિફ્ટ છે એટલે કે જે ગોલ્ડ પ્લેટેડ રોઝ છે તે અત્યંત સુંદર છે અને મનને પણ મોહી લે તેવું છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આલિયા અને રણબીરના લગ્નની વાત કરીએ તો, દિગ્ગજ ફિલ્મ સર્જક કરણ જોહર પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીમાં હાજરી આપવા માટે આરકે હાઉસ પહોંચી ગયો છે. અયાન મુખર્જી અને કરણ જોહર એવા બે નામ છે, જેમની આ લગ્નમાં ભાગીદારી નિશ્ચિત માનવામાં આવતી હતી. આલિયા ભટ્ટના ઘરે સજાવટ પણ પૂર્ણ થઈ ગઈ છે અને આ દરમિયાન સમાચાર એવા પણ આવી રહ્યા છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજે તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે આ કપલના લગ્નની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી શકે છે.

Shah Jina