ખબર

આજે ફરી ગગડયા સોના-ચાંદીના ભાવ, જાણો આજનો નવો ભાવ

સોનું-ચાંદી થયુ હજી સસ્તુ, જાણો આજે કયા પહોંચી કિંમત

ભારતીય બજારમાં સોનાની કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સરાફા બજારમાં મંગળવારે પણ સોનાની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. આજે સોનાની કિંમતમાં 1200 રૂપિયા પ્રતિ 100 ગ્રામ એટલે કે 120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટાડો જોવા મળ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

ડોલરની કિંમત વધવાથી અને દુનિયાના પ્રમુખ શેરોની કિંમતમાં વધારાને કારણે સોનાની કિંમત ઘટી ગઇ છે. ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 0.3% ઘટીને 1733.69 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયુ. ત્યાં જ યુએસ ગોલ્ડ ફ્યુચર 0.1% ઘટીને 1736.20 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો.

પ્રતિકાત્મક તસવીર

એમસીએક્સમાં ગોલ્ડને 44,680 પર સમર્થન અને 46,200 પર રેજિસ્ટેંસ મળતુ દેખાઇ રહ્યુ છે. સોમવારે દિલ્લી બુલિયન માર્કેટમાં ગોલ્ડની કિંમત 302 રૂપિયા ઘટીને 44,269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ હતી. તેના પાછળના સેશનમાં સોનું 44,571 રૂપિયાા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી બંધ થયુ હતું.

પ્રતિકાત્મક તસવીર

સોનાના ભાવ

અમદાવાદ : 999 – 46281

રાજકોટ : 46296

ચેન્નાઇ : 45950

મુંબઇ : 44800

દિલ્લી : 48220

કોલકાતા : 47210