ખબર

સોનુ ફરી થયુ સસ્તુ, જાણો આજનો નવો સોનાનો ભાવ

શુ સોનું ખરીદવાનો સાચો સમય આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસોમાં સોનુ સસ્તુ થઇ રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા જ 48 હજાર રૂપિયાનું સોનુ હવે ફરી એકવાર 47 હજારની નીચે આવવા તૈયાર છે. ચાંદીમાં પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે.

ભારતીય બજારોમાં સોનાની કિંમતમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે તો આપના માટે સારા સમાચાર છે. 28 એપ્રિલ 2021ના રોજ MCX પર સોનું વાયદો 0.32 ટકા ઘટીને 47,151 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો છે. બીજી તરફ, ચાંદી 0.9 ટકા ઘટીને 69,603 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે દેશની રાજધાની દિલ્હીમાં 50170 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. બીજી તરફ, ચેન્નઈમાં 48700 રૂપિયા, મુંબઈમાં 45790 રૂપિયા અને કોલકાતામાં 49440 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે દિલ્હીમાં 45990 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. બીજી તરફ, ચેન્નઈમાં 44640 રૂપિયા, મુંબઈમાં 44790 રૂપિયા અને કોલકાતામાં 46740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે.