ખબર

હોળીના તહેવાર પર સોનુ ખરીદવાની ઉત્તમ તક, જાણો આજનો નવો સોનાનો ભાવ

જો તમે તહેવારોની સીઝનમાં સોનાની ખરીદી કરવા માંગો છો તો સારા સમાચાર છે. હોળીવાળા વીકેન્ડમાં સોનું ખરીદવાની શાનદાર તક છે. શુક્રવારે સોનાનો ભાવ 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછો થયો છે.

પ્રતિકાત્મક તસવીર

MCX પર સોનાનો ભાવ 159 રૂપિયા ઘટીને 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 345 રૂપિયા ઘટાડો આવ્યો અને 64,900 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ ગયો છે.

પ્રતિકાત્મક તસવીર

દિલ્હી સર્રાફા બજારમાં બુધવારે ગોલ્ડની પ્રાઇસમાં 149 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેવો સામાન્ય ઘટાડો થયો હતો. 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 44,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. આ પહેલાના કારોબારી સત્રમાં 44,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

પ્રતિકાત્મક તસવીર

કોમોડિટી વિશેષજ્ઞો મુજબ, સોનું અને ચાંદી બંનેના સેન્ટીમેન્ટ્સ સકારાત્મક છે અને રોકાણકારોને સોના અને ચાંદીમાં રોકાણ ચાલુ રાખવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે સોનાની કિંમત MCX પર 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જવાની આશા છે. જ્યારે ચાંદીની કિંમત 72,000 રૂપિયા પર પહોંચવાની શક્યતા છે.