સોનુ ખરીદવાની સુવર્ણ તક, ફરીથી સૌથી સસ્તુ થયુ સોનુ, જાણો નવો ભાવ

ખુશખબરી: આજે ફરી સસ્તું થયું સોનું, જાણો ભાવ

વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં મંગળવારે ભારે ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારના ઘટાડાને કારણે ભારતીય બજારમાં પણ કિંમત ઘટી અને મંગળવારે MCX પર સોનું વાયદો 0.41% ઘટીને 46,400 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી વાયદો 1.26% ઘટીને 66,140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. ઓગસ્ટ 2020માં સોનું 56,200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું. ત્યારથી અત્યાર સુધી સોનું લગભગ 10 હજાર રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે.

પ્રતિકાત્મક તસવીર

બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાનો ભાવ 46,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. ગત કારોબારી સત્ર દરમિયાન 0.03 ટકા ગબડીને 46,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

સોનાની કિંમત 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની પણ નીચે છે. MCX પર સોનાનો ભાવ મે 2020ના લેવલ પર આવી ગયો છે. બીજી તરફ એમસીએક્સ પર ચાંદી 68500-68000ના સ્તર પર રહેવાની શક્યતા છે. એક્સપર્ટ્સનું માનીએ તો ચાંદીમાં ઉછાળો આવવાની શક્યતા છે, જેનાથી 70 હજારના સ્તર સુધી જઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

મંગળવારે ચાંદીની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. બુલિયન માર્કેટમાં ચાંદી વાયદો 1.26% ઘટીને 66,140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. બીજી તરફ આ અગાઉના કારોબારી સત્રમાં ચાંદી 0.15 ટકા ઘટીને 66,884 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

Shah Jina