ખુશખબરી: સોનાની કિંમતમાં બોલ્યો કડાકો, જાણો હવે કેટલી રહી ગઈ છે કિંમત

લગ્નની સીઝન આવી રહી છે ને આ સમયે જો તમે સોનુ ખરીદવા મંગતા હોય તો આ ખુબ જ ઉત્તમ તક છે. સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

MCX ઉપર સોનુ વાયદા બજારમાં 0.1% નીચે આવીને 46,793 પ્રતિ 10 ગ્રામ જયારે ચાંદીના ભાવમાં પણ 0.4%ના ઘટાડા સાથે 67,240 ઉપર આવી ગયો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ગયા બે સત્રમાં સોનુ 1000 પ્રતિ 10 ગ્રામથી પણ વધી ગયું હતું. ઓગસ્ટ 2020માં સોનાના ભાવ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ સ્તર ઉપર પહોંચી ગયું હતું. જો જોવા જઈએ તો સોનાનની કિંમતમાં રેકોર્ડ લેવલથી અત્યાર સુધી 10000 રૂપિયા નીચે આવી ગયું છે.

Niraj Patel