ખુશખબરી: સોનાનો ભાવ ફરી તૂટ્યો, જાણો

સોનાના ભાવ ફરી તૂટ્યા છે.  સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 60 જેટલો ઘટાડો નોંધાયો છે. MCXમાં સોનું 98 રૂપિયાના ઘટાડા સાથે 44802.00 ઉપર બંધ રહ્યું હતું.

સોનામાં એપ્રિલની ફ્યુચર ટ્રેડ 125 રૂપિયા તેજી સાથે 44,938 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઇ. ત્યાં ચાંદીની મે ફ્યુચર ટ્રેડ 90 રૂપિયાની તેજી સાથે 67,009 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઇ રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી સાથે વેપાર ચાલી રહ્યો હતો. એમેરિકામાં સોનુ 4.16 ડોલરની તેજી સાથે 1735.93 ડોલર પ્રતિ ઔંસના રેટ પર ચાલી રહ્યુ છે, ત્યાં ચાંદીનો વેપાર 0.01 ડોલર નીચે આવ્યા સાથે 26.19 ડોલરના સ્તર પર થઇ રહ્યુ છે.

દુબઇમાં સોનાનો આજ સવારનો ભાવ 41487 રૂપિયા છે, જયારે ગુજરાતમાં અમદાવાદમાં (999) 46344 છે તેમજ દેશના બીજા મહાનગરની વાત કરીએ તો, ચેન્નાઇમાં 46110, મુંબઇમાં 44840, દિલ્હીમાં 48160 અને કોલકાતામાં 46910 ભાવ છે.

Shah Jina