સોનાની કિંમતમાં થયો ઘટાડો, સોનાની ખરીદી કરવા ઇચ્છો છો તો આ સમય છે બરાબર

જો તમે સોનાની ખરીદી કરવા ઇચ્છો છો તો તમારી પાસે આ શાનદાર અવસર છે. જો તમે લગ્નની સુઝન માટે સોનુ ખરીદવા ઇચ્છો છો કે સોનામાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છો છો તો આ સમયે કરી શકો છો. છેલ્લા કેટલાક દિવસથી સતત સોનાના ભાવ ઘટી રહ્યા છે. છેલ્લા સપ્તાહની વાત કરીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેંજ MCXમાં સોનાની કિંમત 1800 રૂપિયા જેટલી તૂટી ગઇ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

છેલ્લા એક સપ્તાહમાં ચાંદીમાં પણ 3452 રૂપિયાનો ઘટાડો થયો છે. તે બાદ 68,687 રૂપિયા ચાંદી પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1764 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયુ છે. જે એક સપ્તાહ પહેલા 1880 ડોલર નજીક હતુ, આ સપ્તાહે સોનાની કિંમતમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.

ગુડ રિચર્ન્સ વેબસાઇટ અનુસાર, રાજધાની દિલ્લીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઇમાં 45150 રૂપિયા પર આવી ગયો છે. મુંબઇમાં 10 ગ્રામ સોનાનો ભાવ 47350 રૂપિયા છે. કોલકાતામાં 47180 રૂપિયા 10 ગ્રામ છે.

Shah Jina