વાયરલ

અમીરોની મીઠાઈ: આ ગોલ્ડ મીઠાઈ જોઈને મોઢામાં પાણી આવી જશે, પરંતુ ભાવ જાણશો તો તરત ચક્કર આવી જશે

સોશિયલ મીડિયામાં આજે હજારો ફૂડ બ્લોગર તમને જોવા મળશે. જે રોજ બરોજ પોતાના સોશિયલ મીડિયામાં ફૂડ વીડિયો પોસ્ટ કરતા હોય છે. આ ફૂડ વીડિયોની અંદર એવા એવા ફૂડ જોવા મળે છે જેને આપણે પણ આજ પહેલા ક્યારેય નહિ જોયા હોય. હાલમાં જ એક મીઠાઈનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો આ મીઠાઈને અમીરોની મીઠાઈ કહી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર એક દુકાનદાર ગોલ્ડ મીઠાઈ વેંચતા જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં દુકાનદાર આપણને મીઠાઈની એક શાનદાર ટ્રે બતાવે છે. ત્યારબાદ દુકાનદાર સોનાના બે પાના કાઢીને તે મીઠાઈ ઉપર નાખી દે છે. ત્યારબાદ તે ગોલ્ડ મીઠાઈને નાના નાના ટુકડાની અંદર કાપે છે અને તેને અલગ અલગ કરીને પીરસે છે.

વાયરલ વીડિયોમાં જણાવ્યા અનુસાર મીઠાઈની કિંમત 16000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જણાવવામાં આવી છે. આ મીઠાઈ દિલ્હીના મોજપુર સ્થિત શગુન સ્વીટમાં મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ મીઠાઈનો વીડિયો લાખો વાર જોવામાં આવ્યો છે, અને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Chauhan 🧿 (@oye.foodieee)

ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે, ઘણા લોકો આ મીઠાઈને ખાવા માટે તલપાપડ પણ થઇ રહ્યા છે તો ઘણા લોકો તેને અમીરોની મીઠાઈ પણ જણાવી રહ્યા છે, તો એક યુઝર્સ કહી રહ્યો છે કે આ મીઠાઈ ખરીદવામાં જ સામાન્ય માણસનો પગાર ચાલ્યો જાય. આ ઉપરાંત પણ ઘણા લોકો મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.