અજબગજબ

દુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક રાત રોકાવવાનું ભાડું કેટલું છે

દુનિયાભરમાં અલગ અલગ હોટેલ આવેલી છે, અને આ હોટેલોની એક આગવી વિશેષતા પણ હોય છે, આ  હોટેલનો હોય છે કે આપણને ત્યાં જ રોકાઈ જવાનું મન થાય, પરંતુ એ પોસાય એમ હોતું નથી, પરંતુ આ બધા વચ્ચે એક એવી હોટેલ બની છે જે જોઈને તમારી આંખો પહોળી પણ થઇ શકે, અને આ હોટેલની એક ખાસ વિશેષતા એ છે કે તમે આ હોટેલમાં ફ્લેટ પણ લઇ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Dolce Hanoi Golden Lake Hotel (@dolcehanoi) on

આ હોટેલની એક ખાસ વાત એ પણ છે કે આ હોટેલ આખી જ સોના દ્વારા બનાવવામાં આવી છે, જેમાં કોફીના કપથી લઈને બાથટબ પણ તમને સોનાના જોવા મળશે.

Image Source

વિયેતનામની રાજધાની હનોઈમાં વિશ્વની પ્રથમ સોનાની હોટલ ખુલી છે. અહીં દરવાજા, કપ, ટેબલો, બારી, નળ, બાથરૂમ, જમવાના વાસણો બધું જ સોનું છે. આ હોટલ 2 જુલાઈ એટલે કે ગુરુવારથી સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મુકવામાં આવી ગઈ છે.

Image Source

આ હોટલનું નામ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક (Dolce Hanoi Golden Lake) છે. આ હોટેલમાં ગેટથી લઈને કોફી કપ સુધીની તમામ વસ્તુઓ સોનાના બનેલા છે.

Image Source

આ ફાઇવ સ્ટાર હોટલ છે. જે 25 માળની બનેલી છે. આ હોટેલમાં 400 ઓરડાઓ છે. હોટલની બહારની દિવાલો પર લગભગ 54 હજાર ચોરસ ફૂટની ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સ લગાવવામાં આવી છે.

Image Source

હોટલ સ્ટાફનો ડ્રેસ કોડ પણ લાલ અને ગોલ્ડન રાખવામાં આવ્યો છે. લોબીમાં ફર્નિચર અને સજાવટમાં પણ સોનાની કારીગરી કરવામાં આવી છે. જેના કારણે આખી હોટલ સોનેરી લાગે.

Image Source

આ હોટેલની અંદર બાથટબ, સિંક, શાવરથી લઈને બાથરૂમની બધી જ વસ્તુઓ સોનેરી છે. બેડરૂમમાં ફર્નિચર અને અને બીજી વસ્તુઓ ઉપર પણ ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવી છે.

Image Source

આ હોટેલની છત ઉપર ઇન્ફિનિટી પુલ બાંધવામાં આવ્યો છે. જ્યાંથી હનોઈ શહેરનું સુંદર દૃશ્ય જોવા મળે છે. અહીંની છતની દિવાલોમાં સોનાની પ્લેટેડ ઇંટો પણ જડવામાં આવી છે.

Image Source

હોટેલ ખુલવાના પહેલા દિવસે મહેમાનોએ આ હોટેલમાં પોતાની રુચિ દર્શાવી. તેની દિવાલો અને શાવર પણ ગોલ્ડ પ્લેટેડ છે. ઘણા લોકો અહીં તેમના સુંદર ફોટા લેતા દેખાયા.

Image Source

આ હોટલનું બાંધકામ વર્ષ 2009 માં શરૂ થયું હતું. હોટલના ઉપરના માળે ફ્લેટ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઈ પોતાના માટે ફ્લેટ્સ લેવા માંગે છે, તો તે પણ લઈ શકે છે.

Image Source

આ હોટલને દક્ષિણપૂર્વ એશિયાની સૌથી લક્ઝરી હોટલનું બિરુદ આપવામાં આવ્યું છે. હોઆ બિન ગ્રુપ અને વિનધમ ગ્રુપ દ્વારા મળીને આ હોટેલ બનાવવામાં આવી છે. આ બંને મળીને 2 સુપર 6 સ્ટાર હોટલનું સંચાલન કરી રહ્યા છે.

Image Source

એવું કહેવામાં આવે છે કે સોનુ તમારા માનસિક તણાવને ઓછું કરવામાં મદદ કરે છે. જેથી તમે આ જગ્યાએ આવી માનસિક શાંતિનો અનુભવ કરી શકો. તેથી જ હોટલ મેનેજમેન્ટે ગોલ્ડ પ્લેટિંગનો ખૂબ ઉપયોગ કર્યો છે.

Image Source

વાત કરીએ હોટેલમાં રોકાવવાના ભાડા વિશેની તો ડબલ બેડરૂમના સ્યુટમાં એક રાત્રિ રોકાવવા માટે લગભગ 75 હજાર રૂપિયા છે. હોટલના રૂમોનું પ્રારંભિક ભાડુ આશરે 20 હજાર રૂપિયા છે.

Image Source

અહીં 6 પ્રકારના ઓરડાઓ છે. સાથે જ 6 પ્રકારનાં સ્વીટ્સ પણ છે. પ્રેસિડેન્શિયલ સ્યુટની કિંમત એક રાત્રિના 4.85 લાખ રૂપિયા સુધીની છે.

 

View this post on Instagram

 

A post shared by Dolce Hanoi Golden Lake Hotel (@dolcehanoi) on

આ હોટલમાં એક ગેમિંગ ક્લબ પણ છે જે 24 કલાક ખુલ્લો રહે છે. અહીં કસિનો અને પોકર જેવી રમતો છે. જ્યાં તમે જીત્યા પછી પૈસા પણ કમાઈ શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.