ખબર

ક્યારેય ખાધું છે સોનાનું બર્ગર ? કિંમત જાણીને હોશ ઉડી જશે, આ જગ્યાએ વેચવામાં આવે છે

આજનો જમાનો ફાસ્ટફૂડ તરફ વળી ગયો છે. લોકો ઘરનું જમવાનું છોડી અને વધારે ફાસ્ટફૂડ ખાતા હોય છે. તેમાં પણ પીઝા અને બર્ગર લોકોની પહેલી પસંદ છે. આપણા દેશની અંદર 10 રૂપિયાથી શરૂ કરીને 500 રૂપિયા સુધીના બર્ગર મળે છે અને બર્ગર માટે અલગ અલગ બ્રાન્ડ પણ છે પરંતુ શું તમે કયારેય સોનાનું બર્ગર ખાધું છે ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

Image Source

તમને પણ જાણીને નવાઈ લાગશે કે વળી સોનાનું વર્ગર હોતું હશે ? પણ આ સાચું છે. અમેરિકામાં એક રેસ્ટોરન્ટની અંદર સોનાનું બર્ગર મળે છે. આ બર્ગર ઉપર સોનાનું વરખ ચઢાવેલું હોય છે.વાત જો આ બર્ગરની કિંમતની કરવામાં આવે તો અમેરિકામાં આ બર્ગરની કિંમત 59 અમેરિકી ડોલરથી લઇ ને 90 અમેરિકી ડોલર છે.

Image Source

ભારતીય નાણાં અનુસાર તેની કિંમત અંદાજે 4330 રૂપિયા શરુ થાય છે અને  6500 રૂપિયા સુધીના બર્ગર મળે છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ વર્ગરનું નામ 24 કેરેટ બર્ગર રાખવામાં આવ્યું છે.જે રેસ્ટોરન્ટમાં આ બર્ગર મળે છે તે રેસ્ટોરન્ટના શેફ મારિયા પાઉલાએ જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં હૈમબર્ગરને પહેલા પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેના ઉપર સોનાની પરત ચઢાવવામાં આવતી હતી.

Image Source

પાઉલાએ આ બર્ગર સાથે જોડાયેલી સાવધાની વિશે પણ જણાવ્યું હતું તેને કહ્યું હતું કે “આ ક્ષતિગ્રસ્ત થઇ શકે છે જો આ તમારી આંગળી ઉપર ચોંટી જાય છે તો તેનાથી નુકશાન પણ થઇ શકે છે.”