ખબર

માર્કેટમાં દુલ્હન માટે આવ્યું સોનાનું માસ્ક કમ નેકલેસ, જાણો કેટલી છે કિંમત

કોરોના વાયરસના દુનિયાભરમાં ફેલાવવાની સાથે જ માસ્ક જીવનનો એક જરૂરી ભાગ બની ગયો છે. ત્યારે બજારની અંદર અલગ અલગ પ્રકારના ડિઝાઇન વાળા માસ્ક પણ હવે મળવા લાગ્યા છે. લગ્નગાળાના સમયના કારણે વર-કન્યા માટેના પણ ખાસ માસ્ક બજારમાં મળવા લાગ્યા છે ત્યારે હાલમાં જ દુલ્હન માટેનું સોનાનું માસ્ક કમ નેકલેસ બજારની અંદર આવ્યો છે જે ખુબ જ ચર્ચામાં છે.

Image Source

પુણેના રાંકા જવેલર્સ દ્વારા લગ્ન દરમિયાન દુલ્હન માટે એક ખુબ જ ખાસ પ્રકારનું સોનાનું માસ્ક બનાવવામાં આવ્યું છે. જે 124 ગ્રામનું છે અને તેની કિંમત 6.5 લાખ રૂપિયા છે. તેને કોરોના સંકટની અંદર માસ્ક અને નૅકલેસની જેમ પહેરી શકાય છે. આ માસ્ક કમ નૅકલેસને એન-95 માસ્ક ઉપર સ્ટીચ કરવામાં આવ્યું છે. આ એક નેકલેસ ચોકર છે જેને 25 દિવસ બાદ ધોઈને પાછું પહેરી શકાય છે.

Image Source

આની ખાસ વાત એ છે કે તેને સરળતાથી બીજા માસ્ક ઉપર પણ ફિટ કરી શકાય છે. તેને ખાસ એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જો અંદરનું માસ્ક બગડી જાય તો પણ નવું માસ્ક લગાવી શકાય છે.

Image Source

આ માસ્કને બનાવનાર જવેરીનું માનવું છે કે કોરોના કાળ પછી તેને નૅકલેસની જેમ પહેરી શકાય છે. મહિલાઓને આ માસ્ક કમ નેકેલ્સ ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ઉપરાંત હવે પુરુષો માટે પણ ખાસ પ્રકારના સોનાના માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.