અચાનક પાર્કમાં નીકળી 186KG સોનાથી બનેલી 87 કરોડની એવી વસ્તુ કે લોકો જોઈને જ પડી ગયા હેરાનીમાં, જુઓ તસવીરો

દુનિયાની અંદર ઘણીવાર એવી હેરાન કરનારી ઘટનાઓ બનતી હોય છે જેના લીધે આખી દુનિયા હેરાન રહી જતી હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના અમેરિકાના ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં બની, જ્યાં હાજર લોકો ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે તેઓએ ત્યાં રહસ્યમય રીતે રાખવામાં આવેલ સોનાનો મોટો ટુકડો જોયો.

ગોલ્ડ ક્યુબની અંદાજિત કિંમત $11.7 મિલિયન (રૂ. 87 કરોડ) આંકવામાં આવી હતી. આ ગોલ્ડ ક્યુબની સુરક્ષામાં એક સુરક્ષા ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. અચાનક પાર્કમાં આટલી કિંમતી વસ્તુ ક્યાંથી આવી ગઈ, દરેકના મનમાં આ જ પ્રશ્ન હતો.

‘ધ સન’ના અહેવાલ અનુસાર, આ ગોલ્ડ ક્યુબ 43 વર્ષીય જર્મન કલાકાર નિક્લાસ કાસ્ટેલો દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમણે તેનું નામ ‘કેસ્ટેલો ક્યુબ’ રાખ્યું છે. નિકલાસે ક્રિપ્ટોકરન્સી ‘કેસ્ટેલો કોઈન’ના લોન્ચિંગ અને પ્રમોશન માટે જાહેરમાં આ ગોલ્ડ ક્યુબ પાર્કમાં મૂક્યું હતું.

નોંધનીય છે કે હાલમાં સોનાની કિંમત $1,788 (રૂ. 1 લાખ 33 હજાર) પ્રતિ ઔંસ છે, તેથી જો આ ગોલ્ડ ક્યુબને વેચાણ માટે મૂકવામાં આવે તો તે $11.7 મિલિયન (રૂ. 87 કરોડથી વધુ) સુધી વેચાશે. કહેવામાં આવી રહ્યું છે કે 24 કેરેટ સોનાથી બનેલા આ ક્યુબનું વજન 186 કિલો છે.

 

View this post on Instagram

 

A post shared by Niclas Castello (@niclas.castello)

તે ખાસ હાથથી બનાવેલી ભઠ્ઠીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આટલા મોટા પ્રમાણમાં સોનું ઓગળવા માટે, ભઠ્ઠીને 2,000 ડિગ્રી ફેરનહીટથી વધુ તાપમાને ગરમ કરવામાં આવી હતી. આર્ટિસ્ટ નિક્લસ કાસ્ટેલોની ટીમે આર્ટનેટને જણાવ્યું હતું કે ક્યુબ સ્વિટ્ઝર્લેન્ડના અરાઉમાં એક ફાઉન્ડ્રીમાં બનાવવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sylvie Meis (@sylviemeis)

નિકલાસની પત્ની સિલ્વી મેઈસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ક્યુબની તસવીરો શેર કરી છે. તેમણે દાવો કર્યો હતો કે આટલી મોટી માત્રામાં સોનું પીગળીને ક્યારેય કોઈ આર્ટવર્ક બનાવવામાં આવ્યું નથી. ઘણા વપરાશકર્તાઓએ નિકલાસના કાર્યની પ્રશંસા કરી છે, જ્યારે અન્ય લોકો એવા છે જેમને તે સામાન્ય લાગ્યું છે. તેણે કહ્યું કે ક્યુબ ખૂબ જ સરળ લાગે છે.

Niraj Patel