ખબર

પૂર્વ મેયરને ત્યાં મળી 11793 કિલો સોનાની ઈંટો, ભ્રષ્ટાચારના મામલામાં થઈ શકે છે સીધી ફાંસી

ભ્રષ્ટાચાર હવે દેશ દુનિયામાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. મોટાભાગના ભ્રષ્ટાચાર પાછળ નેતાઓ નો જ હાથ હોય છે.  આપણા દેશમાં પણ કરોડોનું કૌભાંડ કરીને ખુલ્લેઆમ ફરતા રાજનેતાઓ આપણે જોયા જ છે ને? જેની પાસે એક સમયે બે ટંકના જમવાના પણ પૈસા ના હોય એવા લોકો રાજનીતિમાં આવીને કરોડોની સંપત્તિના વારસદાર પણ બની ગયા ના પુરાવા આપણા દેશમાંથી મળી આવે છે.

Image Source

ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. ચીન ના એક પૂર્વ મેયરના ઘરની અંદરથી એટલું સોનુ મળી આવ્યું જેટલું સોનુ આપણા ભારતના કોઈ મોટા શો રૂમની અંદર પણ તમને જોવા નહિ મળે.

Image Source

ચીનના ડનઝોઉ વિસ્તારના 57 વર્ષીય પૂર્વ મેયર ઝાંગ ક્યૂના ઘરમાં પોલીસે દરોડા પાડતા ખુબ જ મોટી માત્રામાં સોનુ મળી આવ્યું હતું. આ સોનાનું વજન 13.5 ટન એટલે કે 11793.4 કિલોગ્રામ જેટલું સોનુ મળી આવ્યું હતું. જેની કિંમત કરોડોમાં નહિ પણ અરબોમાં થાય છે.

Image Source

આ મેયરનું ઘર હજાર એકડ કરતા પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. તેમને આ સોનુ છેલ્લા ઘણા સમયથી પોતાના બેઝમેન્ટમાં છુપાવી રાખ્યું હતું. પોલીસે જયારે દરોડા પાડ્યા ત્યારે તેઓ આ સોનાની ઇંટોને જોઈને ચોંકી ગયા હતા. સોના ઉપરાંત પણ ઘરની અંદરથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી.

Image Source

ચીનની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખુબ જ કડક કાયદો છે. ચીનમાં ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિને દેશ છોડીને ભાગી જવાનો અવસર પણ અપાતો નથી અને તરત જ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે સોનુ મળી આવવાના આ કેશમાં મેયરને ફાંસી પણ થઇ શકવાની શક્યતા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.