ભારતી-હર્ષના લાડલા પર ચઢ્યો આઝાદીનો રંગ, બ્લુ કુર્તામાં ખુબ જ ક્યૂટ દેખાયો નાનો ‘ગોલા’

ટીવી ઇન્ડસ્ટ્રીના સુપર કોમેડિયન એવા ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા અમુક દિસવો પહેલા જ માતા પિતા બન્યા છે. ભારતીએ ગત એપ્રિલ મહિનામાં ક્યૂટ દીકરા લક્ષ લીમ્બાચીયાને જન્મ આપ્યો હતો. એવામાં કપલ દીકરાની સુંદર સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનો એક પણ મોકો નથી છોડતા.એવામાં એકવાર ફિરથી કપલે આઝાદીના પર્વ દિવસે દીકરા લક્ષની સુંદર તસ્વીર શેર કરી છે, જેમાં લક્ષ આઝાદીના રંગે રંગાયેલો દેખાઈ રહ્યો છે.

કપલે લક્ષનો સુંદર વિડીયો શેર કર્યો છે, જેમાં લક્ષએ બ્લુ કુર્તો અને વ્હાઇટ પાઇજામો પહેરી રાખ્યો છે. લક્ષને આ આઉટફિટ પહેરીને ખુરશી પર બેસાડવામાં આવ્યો છે અને તેનું ફોટોશૂટ કરવામાં આવ્યું છે.લક્ષના બેકગ્રાઉન્ડમાં ભારતનો ઝંડો લહેરાતો પણ દેખાઈ રહ્યો છે.વીડિયોમાં લક્ષ ખુબ જ ક્યૂટ લાગી રહ્યો છે.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં એ વતન..મેરે વતન…એ વતન …આબાદ રહે તું ગીત પણ વાગી રહ્યું છે. વીડિયોમાં લક્ષ એકદમ ખીલખીલાટ કરતો દેખાઈ રહ્યો છે.હર્ષ-ભારતીએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા અને લગ્નના ચાર વર્ષ પછી 2021માં કપલે પ્રેગ્નેન્સીની ઘોષણા ઇન્સ્ટાગ્રામ પર કરી હતી, જેના બાદ 3 એપ્રિલના રોજ કપલે પહેલા બળનું સ્વાગત કર્યું હતું. કપલના દિકરાનું નામ લક્ષ છે પણ પ્રેમથી પરિવાર તેને ગોલા કહીને બોલાવે છે.

Krishna Patel