ગોધરામાં દીકરાએ માતાના માથામાં ઝીંક્યા લાકડાના ફટકા, માં નું થયું મૃત્યુ…કારણ જાણીને મગજ ફાટી જશે એવી મામૂલી બાબતે

ગુજરાત રાજયમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં પ્રેમ સંબંધ કારણ હોય છે તો ઘણામાં અંગત અદાવત… પરંતુ હાલ જે કિસ્સો ગોધરા નજીક આવેલ છબનપુર ગામમાથી સામે આવ્યો છે, તે ખૂબ જ ચોંકાવનારો છે. આ ઘટનામાં બન્યુ છે એવું કે, નાયક ફળિયામાં પુત્રે સગી જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના બાદથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટના પાછળનું કારણ એ હતુ કે માતાએ જમવાનું નહિં આપ્યું હોવા બાબતે પુત્રએ માતા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, ગોધરા નજીક આવેલ છબનપુર નાયક ફળિયામાં રહેતાં કમળીબેન નાયક કે જેઓ 50 વર્ષના છે તેમના પતિનું નિધન થતાં તેમનો સહારો તેમનો દીકરો બુધાભાઈ હતો. બુધાભાઇને લગભગ 25 વર્ષની ઉંમરે થોડા વર્ષ અગાઉ વીજ કરન્ટ લાગ્યો હતો જેના કારણે બુધાને એક હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક હાથે અપંગ હોવા છતાં પણ તે મજૂરી કામ કરતો હતો, તો બીજી બાજુ તેની માતા એટલે કે કમળીબેન પણ તેની સહભાગી થવા મજૂરી કામ કરતી હતી. આમ માતા પુત્રના શ્રમ થકી બંન્નેની જીદંગી ચાલી રહી હતી.

આ બધુ બરાબર ચાલી રહ્યુ હતુ ત્યારે મંગળવારે રાત્રે તેની માતાએ કોઈ કારણોસર બુધાને જમવાનું આપ્યુ ન હતુ અને આ બાબતને લઇને તેણે તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. જેનાબાદ માતા રાત્રે સુઈ ગઈ તે વેળાએ બુધાએ પોતાને માતાએ જમવાનું નહિં આપ્યું હોવાની બાબતના આવેશમાં આવીને મોડી રાત્રે માતાના માથાના ભાગે લાકડાના ફટકા ઝીંકી દીધા હતા, જેના કારણે માતા કમળીબેનનું મોત નીપજ્યું હતું.

આ અંગેની જાણ આજુબાજુના લોકોને વહેલી સવારે થતા તેઓએ ગામના સરપંચને જાણ કરી હતી જેથી સરપંચે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલિસને આ ઘટનાની જાણ થતા જ  પીઆઇ અને સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ માતાની હત્યા કરનાર અપંગ પુત્રની અટકાયત કરી હતી અને તેની સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી એક હાથે અપંગ છે બીજી તરફ તે પેઢીનો એક જ વારસદાર અને અપરણિત હતો.

Shah Jina