ગોધરાની કાળજુ કંપાવતી ઘટના, 2 બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું- ત્રણેયના મોત

ગોધરા : માતાએ 7 અને 4 વર્ષના બે પુત્ર સાથે કૂવામાં કૂદી લગાવી મોતની છલાંગ, ત્રણેયનાં મોત- મચી ગયો ખળભળાટ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં જ પંચમહાલના ગોધરા નજીક કોટડા ગામે એક માતાએ બે સંતાનો સાથે કૂવામાં મોતની છલાંગ લગાવતા ત્રણેયના મોત નીપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સાથે પોલિસ પણ પહોંચી હતી.

પોલીસ અને 108ની ટીમે મૃતદેહો બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર, પંચમહાલના ગોધરાના કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી 30 વર્ષિય વસંતાબેને તેમના બે પુત્રો 7 વર્ષિય અક્ષય અને 4 વર્ષિય યુવરાજ સાથે કૂવામાં મોતની છલાંગ લગાવી દીધી. જેને કારણે પાણીમાં ડૂબી જતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં.

ઘટનાને પગલે તાત્કાલિક આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ની ટીમને જાણ કરી હતી. 108ની ટીમે પહોંચી ત્રણેય મૃતદેહોને દોરી અને ખાટલાના માધ્યમથી કૂવામાંથી બહાર કાઢ્યા અને પીએમ અર્થે મોકલી આપ્યા. હાલ તો આ કાળજુ કંપાવી દેનારી ઘટનામાં કોઇ કારણ સામે આવ્યું નથી. મોતનું સાચું કારણ તપાસ બાદ ખ્યાલ આવશે. હાલ પોલીસ મહિલાએ બાળકો સાથે કેમ આત્મહત્યા કરી તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

Shah Jina