ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી અનેકવાર દુર્ઘટનાની ખબરો સામે આવતી હોય છે. ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોનું પણ દુર્ઘટનામાં મોત થતુ હોવાના સમાચાર સામે આવે છે. ત્યારે હાલમાં લોસ એન્જલસમાં ફ્લાઈંગ સ્કૂલમાં NRI ઈન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત મૂળ ગુજરાત યુવકનું પ્લેન દુર્ઘટનામાં મોત નીપજ્યું. ટૂ સિટર સિંગલ એન્જિનના સ્મોલ એરક્રાફ્ટને પાયલટ રોનક કાંચડિયા ઉડાવી રહ્યો હતો અને આ દરમિયાન પ્લેન લેન્ડિંગ સમયે ક્રેશ થઈ ગયુ.

મૂળ ગોધરાના યુવકનું USમાં પ્લેન ક્રેશમાં મોત
જણાવી દઇએ કે, રોનકના પરિવારને જાણ કરાઇ દેવાઇ છે પણ તેના મૃતદેહને પોલીસ કસ્ટડીમાં રખાયો છે અને DNA ટેસ્ટ કર્યા પછી જ ઓળખ અંગે પુષ્ટિ કરવામાં આવશે. રોનકના પિતા ગોધરાના વતની હતા અને તેમનું ઘર હજુ પણ ત્યાં છે. ત્યારે USમાં દુર્ઘટનામાં દીકરાનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોનકના પિતાનું ગોધરમાં ઘર છે પણ છેલ્લા ઘણા વર્ષો પહેલા જ તેઓ અબુધાબી શિફ્ટ થઈ ગયા હતા. ત્યાં જ રોનકનો જન્મ થયો હતો અને ઉછેર પણ.

USAની ફ્લાઈંગ સ્કૂલમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો રોનક
જો કે, તે પછી રોનક USAની ફ્લાઈંગ સ્કૂલમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો. ત્યારે બુધવારે રાત્રે જ સ્મોલ 2 સીટર એરક્રાફ્ટને ટેક ઓફ કરી તે ટ્રેનિંગ આપતો હતો અને આ દરમિયાન પ્લેન ક્રેશમાં તે મોતને ભેટ્યો. જો કે, હજુ સુધી મૃતકોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. પણ રોનકના પરિવારને આ અંગે જાણ કરી દેવામાં આવી હોવાનું મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યુ છે.