ઘણા લોકો દિવસ રાત મહેનત કરતા હોવા છતાં પણ આર્થિક સંકળામણમાં રહે છે. ત્યારે જો કોઈ વ્યક્તિ પોતાની કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માંગતો હોય તો તેને શુક્રવારના દિવસે અહીંયા જણાવેલ ચાર ખાસ ઉપાય કરી લેવા. જેનાથી માતા લક્ષ્મીની પણ કૃપા મળશે અને આર્થિક સમસ્યાથી પણ હમેશા માટે છુટકારો મળી જશે. આ સાથે જ તમારા વૈવાહિક જીવનમાં ખુશી આવશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ વધશે. ચાલો જોઈએ એ ચાર ઉપાય.

1. આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા:
માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ ફળ શુક્રવારના દિવસે મળે છે. તેમની પૂજા કરવા માટે શુક્રવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા પણ માતા લક્ષ્મીની પૂજા સાથે માન્યતાઓ પ્રમાણે કરવી જોઈએ.

2. પુષ્પ કરો માતા લક્ષ્મીને અર્પણ:
માન્યતાઓ પ્રમાણે બધી જ મનોકામનાઓ માતા લક્ષ્મીને પુષ્પ અર્પણ કરવાથી જ થી જાય છે. માન્યતાઓ પ્રમાણે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું. ગુલાબી રંગમાં ફૂલોનો ઉપયોગ માતા લક્ષ્મીની પૂજા માટે શુભ માનવામાં આવે છે.

3. માતા લક્ષ્મીને ભોગ લગાવો:
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભોગ લગાવો અને તેનાથી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. સાત્વિક ભોજનનો ભોગ માતા લક્ષ્મીને ઇચ્છાનુસાર લગાવી શકો છો. કંઈક ગળ્યું પણ ભોગમાં ઉમેરી શકો છો. હલવો, ખીર પણ ધરાવી શકો.

4. શુક્રવારે જ કરો આ કામ:
શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ અને સફેદ કપડાં પહેરી. માતા લક્ષ્મીની આરાધના કરવા માટે બેસવું. માતાજીની વિધિ વિધાન સાથે પૂજા કરવી અને પોતાની તકલીફો માતાજી સમક્ષ અભિવ્યક્ત કરવી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.