માતાજી આવવા ભ્રમ છે કે પછી હકીકત? મનોવિજ્ઞાનના મુજબ એની હકીકત શું છે?? જાણો લેખમાં ચકિત થઇ જશો

0

આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને દરેક ધર્મમાં આ દેશના લોકોને પૂરો વિશ્વાસ છે એટલે જ આપણા દેશમાં મંદિરોની સંખ્યા પણ વધારે છે.

Image Source

ઘણી જગ્યાએ આપણે કેટલાક લોકોને માતાજી આવતા જોયા હશે અને માતાજી આવતા આપણે તેમને પગે લાગીએ છીએ અને એમની પાસે મનની ઈચ્છા પણ વ્યક્ત કરીએ છીએ. ઘણા લોકો આને કુદરતી બક્ષિસ પણ માનતા હોય છે. એ વ્યક્તિના શરીરમાં કોઈ દિવ્ય આત્માનો વાસ હોય છે એવું પણ આપણે સ્વીકારીએ છીએ.

Image Source

ચૈત્રી નવરાત્રી તેમજ આસોની નવરાત્રીમાં માતાજી આવવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આપણા ગુજરાતમાં જવારા દરમિયાન પણ માતાજી આવવાના પ્રસંગો વધુ બનતા જોવા મળે છે. આ એક આસ્થાનો વિષય છે પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આ એક બીમારી પણ માનવામાં આવી છે.

Image Source

ભાવનગરના સાઇક્યિાટ્રિસ્ટ શૈલેષ કહે છે કે :”આ ઘટનાને બેઝિકલી પઝેસિવ સિમ્પટમ્સ કહેવાય. નબળા મનના હોય, સજેસ્ટિવ હોય, સેન્સિટિવ હોય, એવા લોકોને માતાજી આવતાં હોય એવું લાગે છે. આવી સ્થિતિમાં દસ-પંદર મિનિટ રહ્યા પછી વ્યક્તિ શાંત થઇ જાય છે આથી તેમનું વધારે ધ્યાન આપવું જોઇએ. વારંવાર આવું બને તો ટ્રીટમેન્ટ પણ કરાવવી જોઇએ.”

વડોદરાના સાઇક્યિાટ્રિસ્ટ ગૌતમ પણ આ સંદર્ભે આવું જ કંઈક જણાવી રહ્યા છે: “આ ઘટનાને અટેન્શન હેકિંગ બિહેવ્યર કહેવાય. તેની આસપાસ રહેલા લોકોની માનસિકતા પણ એવી હોય છે કે આને માતાજી આવે છે. આરતી શરૂ થઇ એટલે માતાજી આવશે. આના ઉપાય તરીકે તો જેમને આવું થતું હોય તેમને દૂર રાખવા જોઈએ. જો હાજર રહે તો પણ તેમના પ્રત્યે ધ્યાન ઓછું આપવું જોઇએ. વારંવાર આવું બને તો તેમનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ”

અમદાવાદના સાઇક્યિાટ્રિસ્ટ દીપ્તિનું આ અંગે કહેવું છે કે: “આને પઝેસિવ સિમ્પટમ્સ અથવા બાયપોલર મૂડ ડિસઓર્ડર કહી શકાય, એમાં વ્યક્તિને એવું લાગે છે કે પોતાનામાં માતાજી આવી રહ્યાં છે અને તેના કારણે લોકો તે વ્યક્તિને પગે લાગે છે તેથી આવા લોકોને પ્રોત્સાહન મળે છે. આવા લોકોનું સાઇક્યિાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવું. વારંવાર આવું બને તો તેની જરૂરી ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ.”

Image Source

ડોકટરો આ ઘટનાને એક બીમારી સાથે જોડી રહ્યા છે ત્યારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જોડાયેલા લોકો માટે આ એક આસ્થાનો વિષય છે. કોઈપણ વ્યક્તિ સાથે જયારે આવી ઘટના બને છે ત્યારે આસપાસ રહેલા લોકો નતમસ્તક થઈને એ વ્યક્તિના ચરણોમાં પડી જાય છે. ભલે એ વ્યક્તિ પોતાની પત્ની કે દીકરી જ કેમ ના હોય.

સમાજમાં બંને પક્ષનું સમર્થન કરનારા લોકો રહેલા છે. લોકો વજ્ઞાનિક દૃષ્ટિનો પણ સ્વીકાર કરે છે ત્યારે તેમના મનમાં કંઈક ખોટું થવાનો ડર અને ધર્મમાં રહેલી શ્રદ્ધાના કારણે આ બાબતો માનતા પણ હોય છે પરંતુ એક વાત અહીંયા ચોક્કસ નોંધવાનું મન થાય કે આપણા સમાજમાં એક બહુ મોટો વર્ગ એવો છે જેને આ બાબતમાં ભરપૂર શ્રદ્ધા રહેલી છે ભલે એ પછી કોઈપણ હોદ્દા ઉપર પહોંચેલી વ્યક્તિ જ કેમ ના હોય. માતાજી આવવાની ઘટના જે સમયે બને ત્યારે એન્જીનીયર, ડોક્ટર કે કોઈ મંત્રી જ કેમ ના તે હોય નતમસ્તક થઈને માતાજી આવનાર વ્યક્તિ સામે બે હાથ જોડીને ઉભો જરૂર થઇ જાય છે.

Image Source

કેટલીકવાર ધાર્યા કામો પણ એમની ઈચ્છાથી જ પુરા થઈ જતા હોય છે તો ઘણા લોકો જયારે જવારા દરમિયાન માથે જવારા લે છે ત્યારે માથે રહેલા જવારા ગોળ ગોળ ફરે પણ છે ત્યારે આવી બાબતો નો આપણે અસ્વીકાર પણ નથી કરી શકતા. કારણ કે આ બધી બાબતો ધર્મ સાથે જોડાયેલી છે.

Image Source

આ ઘટનાઓ મોટાભાગે કેટલાક પ્રસંગોપાત જ થતી જોવા મળે છે. જયારે કોઈ નિશ્ચિત પ્રકારનું સંગીત વાગતું હોય જેમ કે “ડાકલા” કે કોઈ માતાજીનો ગરબો ત્યારે જ માતાજી આવવાની ઘટના બને છે તો ઘણીવાર કેટલાક લોકો કોઈ નક્કી જગ્યા ઉપર બેસે અથવા તો કોઈ એવા મંત્રોનો ઉચ્ચાર કરે તે બાદ જ તેમનામાં માતાજી આવવાની શરૂઆત થાય છે.

Image Source

તમને પણ આવી ઘટનાઓ સાથે ક્યારેક તો રૂબરૂ થવાનું મળ્યું જ હશે તો તમારું પણ આ બાબતમાં શું માનવું છે? એ સંદર્ભે વિસ્તૃત જવાબ આપશો તો આ બાબતને વધુ પ્રકાશમાં લાવી શકાશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.