ખબર

નવરાત્રીમાં મૂર્તિકારે બનાવી માતાજીની એવી અદ્ભૂત પ્રતિમા કે જોઈને એમ લાગશે કે હમણાં જ બોલી ઉઠશે, દૂર દૂરથી આવી રહ્યા છે લોકો જોવા માટે

નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે અને ઠેર ઠેર માતાજીની સ્થાપનાઓ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં નવરાત્રીનું ખાસ મહત્વ છે.  ગયા વર્ષે કોરોનાના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો હતો, પરંતુ આ વર્ષે કેટલીક છૂટછાટ સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન ઘણી જગ્યાએથી માનમહોક દૃશ્યો પણ સામે આવ્યા છે.

આવું જ એક દૃશ્ય એમપીના નરસિંહપુર જિલ્લામાંથી સામે આવ્યું છે. જ્યાં માતાજી પ્રસન્ન મુદ્રામાં જોવા મળી રહ્યા છે. અને માતાજીની આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર પણ બની છે, સોશિયલ મીડિયામાં માતાજીની આ સુંદર હસતી પ્રતિમાની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસીવરોનો જબરદસ્ત પ્રભાવ પણ પડી રહ્યો છે.

આ પ્રતિમા નરસિંહપુર જિલ્લા મથકથી 25 કિલોમીટર દૂર આવેલા ગામ બરહટામાં સ્થાપિત કરવામાં આવી છે. જેને પણ આ પ્રતિમા જોઈ તે ડાંગ રહી ગયા. પ્રસન્ન મુદ્રામાં માતાજીને સંપૂર્ણ મનથી તૈયાર કરવામાં આવ્યા છે. માતાજીની આ પ્રતિમા જોઈને એમ લાગી રહ્યું છે કે માતાજી હમણાં જ બોલી ઉઠશે.

છીંદવાળા જિલ્લાના કસ્બા સીંગૌડીથી આ પ્રતિમાને લાવવામાં આવી છે. મૂર્તિકારનું નામ રાજેન્દ્ર જણાવવામાં આવી રહ્યું છે.દીવી માતાજીની આ પ્રસન્ન મુદ્રા વાળી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર પણ બની ગઈ છે. માતાજીની પ્રતિમા સાથે લોકો મૂર્તિકારની પણ પ્રસંશા કરી રહ્યા છે. આ નાના એવા ગામની અંદર માતાજીની આ પ્રતિમાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.