આ બકરીઓએ આપી દુનિયાની સૌથી મોટી શિખામણ, નદીમાં પૂર આવી જતા જીવ બચાવવા માટે કર્યું એવું કે વીડિયો બન્યો પ્રેરણાદાયક, જુઓ

માણસને દુનિયાના સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખવામા આવે છે, તે છતાં પણ ઘણા માણસો ઘણીવાર એવા એવા કામ કરે છે કે જોઈને એમ થાય કે ખરેખર માણસમાં એટલી બુદ્ધિ નથી, તો બીજી તરફ પ્રાણીઓ ઘણીવાર દિલ જીતી લેનારા કામ પણ કરતા હોય છે, ત્યારે હાલ કેટલીક બકરીઓનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમને જે કામ કર્યું તે ખરેખર દિલ જીતી લેનારું હતું અને લોકો માટે પ્રેરણાદાયક પણ હતું.

IPS ઓફિસર દીપાંશુ કાબરા વારંવાર તેમના ટ્વિટર એકાઉન્ટ પર ચોંકાવનારા વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં જ તેમણે એક વીડિયો શેર કર્યો છે જે ચર્ચામાં છે. કારણ કે ભલે આ પ્રાણીઓને લગતો વીડિયો છે, પરંતુ આના માધ્યમથી દીપાંશુએ મનુષ્યને એક મોટો પાઠ આપ્યો છે. વીડિયોના કેપ્શન સાથે તેમણે લખ્યું ‘તમે બીજાને જગ્યા આપીને જ આગળ વધી શકો છો!’

વીડિયોમાં કેટલીક બકરીઓ કેનાલ પાર કરી રહી છે. પાર કરવા માટે, તે તેમાં ઉભા થયેલા પથ્થરો પર કૂદીને આગળ વધી રહી છે. તેમની પાછળ એક મહિલા ચાલતી જોવા મળે છે. જ્યારે એક બકરી આગળ વધી રહી છે ત્યારે બીજી બકરી તે પથ્થર પર કૂદી રહી છે. તેઓને એટલી સમજ છે કે તેઓ આગળની બકરી આગળ વધે તેની રાહ જોતા હોય છે અને ક્યારે સામેની બકરીઓ પાછળ બકરીઓ માટે જગ્યા ખાલી કરી દે છે જેથી તેઓ આગળ આવી શકે.

આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચુક્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એકે કહ્યું કે નેતાઓ આવા હોય છે. જ્યારે એકે કહ્યું કે ટીમ વર્ક હંમેશા કામ કરે છે. એક માણસ પ્રાણીઓના મનથી એટલો પ્રભાવિત થયો કે તેણે કહ્યું કે માણસો પણ પ્રાણીઓ જેવા કેમ નથી બનતા. એક વ્યક્તિએ કહ્યું કે આગળ વધવું કે પીછેહઠ કરવી, બીજાને જોઈને શીખી શકાય છે. ઘણા લોકોએ બકરીઓના સંકલનના વખાણ પણ કર્યા.

Niraj Patel