બકરીએ આપ્યો માણસના મોઢા જેવા દેખાતા બચ્ચાને જન્મ અને પછી જે થયું તે ખુબ જ હેરાન કરી દેનારું હતું, જાણો સમગ્ર મામલો

બકરીએ આપ્યો માણસ જેવા દેખાતા બચ્ચાને જન્મ, આખું ગામ જોવા ઉમટ્યું અને અડધો કલાક પછી….

દુનિયાની અંદર ઘણી અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય છે, જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોય છે. આજે જમાનો સોશિયલ મીડિયાનો છે ત્યારે આવી ઘટનાઓ વાયરલ થતા વાર પણ નથી લાગતી, હાલ એવી જ એક ઘટનાએ લોકોમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે, મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી તેની જ ચર્ચાઓ ચાલી રહી છે.

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પ્રાણીએ માણસના ચહેરા જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો હોય ? જો ના તો આ ઘટના એવી જ છે. જેમાં એક બકરીએ માણસના મોઢા જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો છે. આ મામલો આસામ રાજ્યના કછાર જિલ્લાનો છે. જ્યાં એક પાલતુ બકરીએ માણસ જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો.

આ મામલો જયારે ગામના લોકોને ખબર પડ્યો ત્યારે તેને જોવા માટે મોટી ભીડ લાગી ગઈ. જાણવા મળી રહ્યું છે કે બકરીના આ બચ્ચાના બે પગ અને કાન ઉપરાંત બાકી બધું જ માણસ જેવું દેખાય છે. પરંતુ દુઃખની વાત એ હતી કે આ બકરીના બચ્ચાએ જન્મતાની સાથે જ અડધા કલાકની અંદર દમ તોડી દીધો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મીડિયા રિપોર્ટ અનુસાર કછાર જિલ્લાના ગંગા નગર ગામમાં જેવી જ લોકોને આ વિશે ખબર પડી કે લોકો હેરાન રહી ગયા. આ મામલામાં પશુપાલકે જણાવ્યું કે જયારે તેમની પાલતુ બકરીએ ગત સોમવારના રોજ એક બચ્ચાને જન્મ આપ્યો તો તેમને પણ વિશ્વાસ ના થયો. જયારે બકરીના બચ્ચાને ધ્યાનથી જોયું ત્યારે તેનો ચહેરો બિલકુલ માણસ જેવો દેખાઈ રહ્યો હતો. આ બચ્ચાની પૂંછડી પણ નહોતી દેખાતી. જો કે બચ્ચાનું અડધા કલાકમાં જ મોત થઇ ગયું.

સોશિયલ મીડિયા ઉપર આ બકરીના બચ્ચાની તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે બકરીનું બચ્ચું સંપૂર્ણ રીતે વિકસિત નહોતું થઇ શક્યું. જોકે તેનો ચહેરો એકદમ માણસના જેવો દેખાતો હતો. ગામલોકોને લાગ્યું કે બકરીના પેટમાં તેમના કોઈ પૂર્વજે જન્મ લીધો. જો કે, સ્થાનિક લોકોએ પારંપરિક રીતિ રિવાજ અનુસાર તેને દફનાવી દીધું.

Niraj Patel