અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

અમેરિકાથી પાછા આવીને શરૂ કર્યો બકરી પાળવાનો વ્યવસ્યાય, આજે થાય છે 10 લાખની કમાણી

ફક્ત થોડાક લાખ નાખ્યા અને સ્ટાર્ટઅપમાં ચમત્કારિક પ્રોફિટ થયો, જાણો રસપ્રદ સ્ટોરી

જ્યાં ચાહ હોય ત્યાં રાહ ક્યારેય મુશ્કેલ હોતી નથી. ઘણા લોકો પોતાના જીવનને સંઘર્ષ અને મહેનત ધ્વરા આગળ લઇ જતા હોય છે. ઘણા લોકો તો કંઈક નવું કરવા માટે પોતાની સારી એવી નોકરી પણ છોડી દેતા હોય છે અને એક નવી રીતે જ જીવનની શરૂઆત કરતા હોય છે. આજે અમે તમને એક એવી જ સત્ય ઘટના જણાવીશુ જે તમારા માટે ખુબ જ પ્રેરણાદાયી બની રહેશે.

મહારાષ્ટ્રના ચીખલી જિલ્લાના સાખરખેરદા ગામનો રહેવાશી ડૉ. અભિષેક ભરાડના પિતા સિંહકેઇ વિભાગમાં એન્જીનીયરના પદ ઉપર નિયુક્ત હતા. જેના કારણે અભિષેકને તમને સારું ભણાવ્યો અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકામાં મોકલ્યો. અમેરિકામાં અભિષેક પીએચડીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો અને ડોક્ટર બની ગયો.

પીએચડી પૂર્ણ કર્યા બાદ તેને વર્ષ 2013માં લુઇસિયાના સ્ટેટ યુનિવર્સીમાં એક વૈજ્ઞાનિક તરીકે બે વર્ષ સુધી નોકરી પણ કરી. આ કામ માટે તેને યુનિવર્સીટી તરફથી મોટો પગાર પણ મળતો હતો. આટલી સારી નોકરી અને 10 લાખનો પગાર હોવા છતાં અભિષેકનું મન ત્યાં ના લાગ્યું અને તેને પોતાના દેશની યાદ આવવા લાગી.

Image Source

અભિષેક પોતાના દેશમાં રહીને કંઈક કરવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે પોતાના દેશની અંદર કંઈક એવું કરું જેના દ્વારા પોતાના પણ વિકાસ થાય અને બીજા લોકોનો પણ વિકાસ થઇ શકે. આવા વિચાર સાથે અભિષેકે પોતાની નોકરીમાંથી રાજીનામુ મૂકી દીધું અને આવી ગયો પોતાના વતનમાં.

વતન આવીને તે કઈ કૃષિ ઉપયોગી કરાય કરવા માંગતો હતો જેના કારણે તેને ખુબ વિચારવા ઉપર ગોટ ફાર્મિંગના વ્યવસાયમાં મોટી સંભાવના દેખાઈ અને તેને બકરી પાલનનો વ્યવસાય શરૂ કર્યો. આ કામ માટે ખુબ જ મોટી જમીન અને સંશાધનની આવશ્યકતા હતી. તેને આખો જ પ્લાન તૈયાર કરી લીધો અને 20 એકડ જમીન પણ ભાડા ઉપર લઇ લીધી. ત્યારબાદ તેને બકરીઓને રાખવા માટે ગોટ શેડ પણ ભાડે લીધા.

Image Source

અભિષેકે 12 લાખનું રોકાણ કરીને 120 બકરીઓ ખરીદી, અને બજારમાંથી ઘાસ લાવવાના બદલે તેને 6 એકર જમીનની અંદર જ ઘાસ ઉગાવવાનું નક્કી કર્યું જેના કારણે ખર્ચ પણ ઓછો આવ્યો અને બકરીઓને તાજો ઘાસચારો પણ મળવા લાગ્યો.

એક જ વર્ષમાં તેને આ કામમાં પ્રગતિ થતી જોવા મળી, એક જ વર્ષમાં બકરીઓની સંખ્યા ડબલ થઇ ગઈ. આજે તેની પાસે અલગ અલગ પ્રકારની 350 બકરીઓ છે. અને તે હવે એક બકરીને 10 હજારમાં વેચે છે. જેના ધ્વરા ગયા વર્ષે જ તેની આવક 10 લાખ રૂપિયા જેટલી થઇ.

Image Source

આ ઉપરાંત તેને મરઘી પાલન અને ઓરગેનીંગ ફાર્મિંગ પણ શરૂ કરી દીધું. તેને ઘણા ગ્રામીણ લોકોને રોજગાર પણ પૂરો પડ્યો. અભિષેક અત્યારે ખેડૂતોને એક ગ્રુપ બનાવીને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.