જાણવા જેવું પ્રવાસ

ગોવા-શિમલા કરતા પણ હનીમૂન માટે આ 5 ડેસ્ટિનેશન છે જબરદસ્ત મસ્ત, જુઓ Photos

દોસ્તો લગ્ન જીવન એક બે શરીરનું જ નહિ પણ સાથે સાથે બે આત્મા, બે મન તથા બે પરિવારનું મિલન છે. લગ્નજીવન એક પવિત્ર બંધન છે જેને દરેક વ્યક્તિ યાદગાર બનાવવા માગતા હોય છે. એમાં પણ લગ્ન પછીનું જીવન દરેકના જીવનમાં મીઠાશ લાવતું હોય છે. લગ્નની ડેટ આવતા જ પહેલા તો દરેક વ્યક્તિ વિચારતું હોય છે કે હનીમુન માટે ક્યા જવું? પરંતુ લોકો એ નથી જાણતા હોતા કે હનીમૂન માટે કેમ જવું જોઈએ?

Image Source

જયારે બે વ્યક્તિ લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે એનો પોતાના સમાજ અને ઘરવાળાની સામે જુદી-જુદી રસમો અદા કરવી પડતી હોય છે. પરંતુ હનીમૂન ફક્ત એ બંને માટે જ હોય છે. હનીમૂન પર જઈને બંને ફક્ત રિલેક્સ જ નથી થતા પણ આ જ સમય હોય છે કે કે બંને આ સમયમાં એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે. હનીમૂન પર જવું એ માટે પણ જરૂરી છે કેમ કે જયારે બે વ્યક્તિઓ એકબીજા પર ભરોસો કાયમ કરી શકે છે.

માટે હનીમુન માટે લોકો પહેલાથી જ પ્લાનિંગ કરવાનું શરુ કરી દેતા હોય છે. પણ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ઉતાવળમાં સ્થળને પસંદ કરવામાં ભૂલ થઇ જતી હોય છે અને જેવું વિચાર્યું હોય તેનાથી કઈક અલગ જ નીકળતું હોય છે. અને આખા હનીમુનની મજા બગાડી જતી હોય છે. જો તમે પણ આમાંના એક છો અને હનીમુન માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કેમ કે અમે તમારા માટે એવા સ્થળ લાવ્યા છીએ જ્યાં તમે આરામથી રોમેન્ટિક સમય એકબીજા સાથે વિતાવી શકશો.

1. કુર્ગ:

Image Source

પ્રકૃતિના ખોળે રમવું કોને પસંદ ન હોય. જો તમે પણ આમાંના એક છો તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. આ સ્થળ કર્ણાટકમાં આવેલું છે. જે કુદરતી સૌન્દર્ય, પહાડ, હરિયાળી, ઝરણા વગેરેથી ભરેલું છે. અહી આવતા જ જાણે કે ફરી ઘરે જવાનું મન જ ન થાય. અહીનું પાર્કૃતિક સૌન્દર્ય દરેકનું મન મોહી લે છે. અહીના હિલ સ્ટેશન પર આવેલા લીલા છમ જંગલો તથા કોફીના બગીચાઓ તેની સુંદરતામાં વધારો કરે છે. આ હિલ સ્ટેશનને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે.

2. ઔલી:

Image Source

બર્ફીલા પ્રદેશમાં ફરવું દરેક ઈચ્છતા હોય છે. એમાં પણ બર્ફીલા પ્રદેશમાં સ્કીંગ કરવાની મજા જ કઈક અલગ હોય છે. જો કે બર્ફીલા પ્રદેશનું નામ આવતા દરેકના મનમાં સ્વિટ્ઝરલેન્ડ ઘુમવા લાગતું હોય છે. પણ જો તમે આટલો બધો ખર્ચો કરવા ન માંગતા હોવ અને ભારતમાં જ રહીને સ્વિટ્ઝરલેન્ડની મજા લેવા માંગતા હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. ઉત્તરાખંડમાં આવેલું આ સ્થળ ઔલી જે ચારે બાજુથી બરફથી છવાયેલું છે. જ્યાં તમે રોમાંસની સાથે સાથે સ્કીંગની પણ મજા કરી શકો છો.

3. લક્ષદ્વિપ ટાપુ:

Image Source

જો તમે તમારા પાર્ટનર સાથે એકાંતમાં એકબીજા સાથે વધુ સમય પસાર કરવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે જ છે. આ સ્થળ કોચીનથી માત્ર 400 કિમીના અંતરે જ આવેલું છે. આ લક્ષદીપ જે નાનો એવો ટાપુ છે પણ તમારા આજીવન કાળ તે ખુબ રંગીન સાબિત થશે. અહી તમે સ્કુબા ડાઈવિંગનીં પણ મજા માણી શકો છો. અહી આવેલા પુષ્કળ નારિયેળના ઝાડ અને પાણીમાં રહેલા જીવો તેની સુંદરતામાં વધારો કરે છે.

4. શિલોંગ:

Image Source

શિલોંગ જે મેઘાલયની રાજધાની છે. શિલોંગ પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપુર છે. અહી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, ફિશિંગ અને હાઈકિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. શિલોંગ ભલે નાનું શહેર હોય પરંતુ ત્યાં સાઈટ સીન ટુરિસ્ટને ખુબ આકર્ષિત કરે છે.

5. જેસલમેર:

Image Source

રાજસ્થાન પણ કપલ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જો તમે પણ આમાંના એક હોવ તો જેસલમેર તમારા માટે બેસ્ટ પ્લેસ છે. અહી તમે રાજસ્થાની ઠાઠ જોઈ શકો છો. સાથે જ કિલ્લા, મહેલ અને ઊંટની સવારી કરવાની પણ ખુબ મજા આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks