જાણવા જેવું જીવનશૈલી

ગોવા જવાનું પ્લાન કરો તો આ 16 જગ્યાઓ જોવાનું ના ચુકતા, જો ચુકી ગયા તો રહેશે ગોવા ટ્રીપ અધુરી…

ગોવા પોતાના મનમોહક દરિયા કિનારાના લીધે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંના દરિયા કિનારે ચમકતી સોનેરી રેતી, ઊંચા ઊંચા નારિયેળના ઝાડ, સમુદ્રના પાણીના ઉછળતા મોજા અને સમુદ્રના પાણીમાં આવતી નાની-નાની લહેરોની સાથે ખાવા મળતું શાનદાર અને સ્વાદિષ્ટ સી ફૂડ… બસ, આટલું જ જાણો છો ને! પણ ગોવાની વ્યાખ્યા આનાથી જ નથી પુરી થતી. આનાથી પણ વિશેષ છે, ગોવા અને તેની સુંદરતા. જો ગોવાની સુંદરતા માણવી જ હોય તો અને ગોવાને જાણવું જ હોય તો બીજી ઘણી જગ્યાઓ અને વસ્તુઓ છે ગોવામાં, જેને જોવાનું જો ભૂલી ગયા તો તમારી ગોવાની મુલાકાત અધૂરી રહી જશે… ચાલો આજે તમને જણાવી દઈએ કે ગોવામાં એવું બીજું શું છે જે તમારે ત્યાં જઈને ફરવું અને જોવું જોઈએ.

1. પણજી –

Image Source

ગોવાની રાજધાની પણજી એ નાનકડું શહેર છે પણ તે બહુ સુંદર શહેર છે. આ શહેર ચાંદી જેવી ચમકતી ધારાવાળી નદી માંડવીના કિનારે વસેલું છે. અહીં લાલ છતવાળા મકાન, સુંદર બગીચા, અદ્ભુત નકશીકામવાળી મૂર્તિઓ, સુંદર ગુલમહોર અને ઘટાદાર વૃક્ષોની છાયા માટે આ શહેરને ઓળખવામાં આવે છે. અહીં આવનાર તમામ લોકો અહીની સુંદરતામાં ખોવાઈ જાય છે. આ સિવાય અહીં મારગાઓ, વાસ્કો ડીગામા અને માર્મુગાઓ હાર્બર જેવી અનેક જગ્યાઓ ફરીને તમે તમારી ગોવાની ટ્રીપ પૂરી કરી શકશો.

2. મીરામાર બીચ –

Image Source

પણજીથી ફક્ત 3 કિલોમીટર દુર આવેલ આ દરિયા કિનારાની મુલાયમ રેત અને તાડના ઝાડ અહીની સુંદરતા છે. અહીના દરિયા કિનારાને જોઇને તમે મંત્રમુગ્ધ થઇ જશો. અહીની સુંદરતાના કારણે આ જગ્યાને “ગોલ્ડન બીચ” ના નામે ઓળખવામાં આવે છે.

3. મોબોર બીચ –

Image Source

જે લોકોને રોમાંચ પસંદ હોય છે તેમની માટે આ જગ્યા આ બહુ જ સુંદર અને સારી છે. આ ગોવાના પ્રખ્યાત દરિયા કિનારાઓમાંથી એક છે. અહીં ઘણા એડવેન્ચર સ્પોર્ટ્સ જેવા કે વોટર સ્કીનીંગ, વોટર સર્ફિંગ, જેટ સ્કી, બનાના બમ્પ રાઈડ અને પેરાસેઇલિંગનો આનંદ માણી શકશો. અહીં ફરવા જવા માટે આમ તો કોઈ સીઝન નથી હોતી પણ જો તમે ઈચ્છો તો અહીં સપ્ટેમ્બરથી માર્ચ મહિનાની વચ્ચે જઈ શકો છો.

4. વાગાતોર બીચ –

Image Source

વાગાતોર બીચ એ માપુસા રોડની પાસે ઉત્તર ગોવામાં આવેલ છે જે પણજીથી ફક્ત 22 કિલોમીટર દુર છે. આ બીચ એ ગોવાના બાકી બીચ કરતા થોડી ઓછી ભીડવાળી અને અલગ જગ્યા છે. અહીં સફેદ રેતી, લાવાથી બનેલી કાળી નાની નાની ચટ્ટાનો, ખજૂરના એક જ લાઈનમાં આવેલ ઝાડ આ બધી ત્યાની સુંદરતા છે. અહીં 500 વર્ષ જુનો પોર્ટુગીઝ કિલ્લો પણ છે. વાગાતોરનો આ દરિયા કિનારો એ બીગ વાગાતોર અને લીટલ વાગાતોરના નામથી ઓળખાય છે. ચપોરા કિલ્લાની ઉંચાઈ પરથી આ કિનારો ખૂબ જ સુંદર દેખાય છે.

5. ઈમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ અને રિસ મગોસ ફોર્ટ –

Image Source

આ ચર્ચ અને ફોર્ટ, અવર લેડી ઓફ ઈમેક્યુલેટ ચર્ચ એ ગોવામાં બનવાવાળું પહેલું ચર્ચ માનવામાં આવે છે. આ વર્ષ 1541થી અહીં સ્થિત છે. પહેલા બનાવેલ ચર્ચ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયું હતું ત્યાર બાદ આ ચર્ચને વર્ષ 1619માં ફરીથી બનાવવામાં આવ્યું હતું. ત્યારે આ જગ્યાએ બહુ વસ્તી નહોતી. નવા ચર્ચની બનાવટ પરથી જાણી શકાય છે કે ત્યારના લોકો કેટલા ધાર્મિક હતા અને ચર્ચ પાસે કેટલી મિલકત હતી.

6. મોરજીમ બીચ –

Image Source

આ બીચને ટર્ટલ બીચના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નોર્થ ગોવાના પરનેમમાં આવેલ છે. આ બીચમાં હમેશા હરિયાળું વાતાવરણ જોવા મળે છે અને તેમાં એક ઠંડો રસ્તો પણ જોવા મળશે. આ જગ્યા એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે અહીં કાચબાઓની લુપ્ત પ્રજાતિ “ઓલિવ રિડેલ” ની રહેવાની જગ્યા પણ છે. આ જગ્યા તેમના પ્રજનનની જગ્યા પણ છે. આ જગ્યાએ જોવા મળતા કાચબા અને કરચલા તમારી મુસાફરીને યાદગાર બનાવી દેશે.

7. બેટલબટીમ બીચ –

Image Source

જો તમે ગોવા જાવ છો અને સનસેટ જોવાની ઈચ્છા ધરાવો છો તો આ જગ્યાએ તમને એક અદ્ભુત અનુભવ થશે. જો સનસેટ જોવો છે તો તમારે આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ. મજોરડા બીચની દક્ષિણમાં આ બીચ આવેલ છે. આ બીચને સનસેટ બીચ ઓફ ગોવા તરીકે પણ ઓળખાય છે.

8. બોંડલા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી –

Image Source

જો તમને ચોમાસામાં ગોવા જવાનો ચાન્સ મળે તો તમે આ જગ્યાએ તમારા મનગમતા પ્રાણીઓને નજીકથી જોઈ શકશો. ગોવામાં આ એક નાનકડી પણ મશહુર સેન્ચુરી છે. આ શહેરના ઉત્તર પૂર્વી એરિયામાં પોંડા તાલુકામાં આવેલ છે. ફક્ત 8 કિલોમીટર એરિયામાં ફેલાયેલ આ બોંડલા વન્યજીવ અભ્યારણ ઘનઘોર જંગલ અને સદાબહાર વનસ્પતિથી ઘેરાયેલ છે.

9. બાગા બીચ –

Image Source

ગોવામાં ઘણા આકર્ષક દરિયાકિનારા છે અને તેમાં બાગા બીચનું નામ એ એડવેન્ચર માટે પ્રખ્યાત છે. જો તમને પણ ગોવા જવાની તક મળે તો આ બીચની મુલાકાત લેવાનું ભૂલતા નહિ.

10. અર્વલેમ કેવ્સ –

Image Source

ગોવા પોતાના દરિયા કિનારા અને ઝરણાની સાથે સાથે અનોખી વાસ્તુકળાના લીધે પણ પ્રખ્યાત છે. આ એક પ્રાચીન વાસ્તુકળા છે અને તે એક પ્રાચીન જગ્યા પણ છે. ગોવામાં આવેલ સ્મારકોમાંથી સૌથી સુંદર આ પાંડવ ગુફા છે. નોર્થ ગોવાના બીચોલિમ શહેરમાં આ ગુફા બનાવવામાં આવી છે.

11. અર્વલેમ ઝરણું –

Image Source

આ ઝરણું ઉત્તર ગોવામાં આવેલ સીન્કેલીમ ટાઉનથી 2 કિલોમીટર દુર છે. 24 ફૂટ ઊંચું આ ઝરણું એક ખૂબ જ સુંદર પીકનીક પોઈન્ટ છે. આ ઝરણાને રૂદ્રેશ્વર મંદિરની સીડીઓથી પણ જોઈ શકાય છે. સરકારે આ ઝરણા પાસે એક પાર્ક પણ બનાવ્યું છે. અને તેના લીધે જ ત્યાં લોકો બેસીને આ ઝરણાનો આનંદ માણી શકે. ઉંચેથી પડતું ઝરણાનું પાણી ખરેખર મનમોહક દ્રશ્ય સર્જે છે.

12. સેંટ કૈથદ્રલ ચર્ચ –

Image Source

આ ગોવાનું સૌથી જુનું અને સૌથી મોટું સુંદર ચર્ચ છે. આ ચર્ચમાં પાંચ ઘંટ લગાવેલા છે. અહીનો એક ઘંટ સોનાનો સૌથી મોટો ઘંટ છે અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ ઘંટમાં તેનો સમાવેશ થાય છે. આ સિવાય પણ અહીં ઘણા બધા બીજા ચર્ચ પણ આવેલા છે જે તમારે પણ જોવા જ જોઈએ.

13. અગૌડા કિલ્લો –

Image Source

આ કિલ્લો ગોવાના ઇતિહાસનો સાક્ષી છે. આ કિલ્લાનું નિર્માણ વર્ષ 1612માં પોર્ટુગીઝ લોકોએ મરાઠાઓ અને ડચના હુમલાથી બચવા માટે કર્યું હતું. આ કિલ્લામાં એક તાજા પાણીનું ઝરણું છે. આ ઝરણું અહીંથી જે પણ નીકળે છે તેમની તરસ છીપાવે છે. આ કિલ્લો પોર્ટુગીઝ લોકોની બધી જ જરૂરિયાતોનું કેન્દ્ર હતું.

14. ચપોલી ડેમ –

Image Source

મડગાવથી 40 કિલોમીટર દુર આવેલ આ ડેમ પર્વતોથી ઘેરાયેલ છે. પર્વતોના ઘેરવાના કારણે જ અહીની સુંદરતા લોકોને આકર્ષે છે. જો તમને માછલી પકડવાનો શોખ છે તો આ એક બહુ સારી જગ્યા છે.

15. મહાલક્ષ્મી મંદિર –

Image Source

ગોવાના બંડોરા ગામમાં મહાલક્ષ્મી મંદિર છે. આ મંદિરની સુંદરતા એ જ એનું ખૂબ મોટું આકર્ષણ છે. આ મંદિરનું નિર્માણ એ ઈ.સ.1413 માં થયું હતું. દેશ અને વિદેશમાંથી અનેક લોકો અહીં આવતા હોય છે. નવરાત્રીનો તહેવાર અહીં બહુ સુંદર રીતે અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

16. મંગેશી મંદિર –

Image Source

ગોવાનું આ મંદિર મોર્ડન અને જૂની હિંદુ વાસ્તુકળાનો ઉત્તમ નમુનો છે. આ મંદિર ભગવાન શિવના અવતાર ભગવાન મંગેશીને સમર્પિત છે. પુરાણોની વાર્તાનું માનીએ તો અહીં સ્વયં ભગવાન બ્રહ્માએ લિંગની સ્થાપના કરી હતી. દર સોમવારે અહીં ભગવાન શિવની યાત્રા કાઢવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks.