ખબર

ભારતના આ રાજ્યમાં થયો ચમત્કાર, એક પણ પોઝિટિવ કેસ નથી- નામ જાણીને ઝૂમી ઉઠશે

કોરોના આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ દરમિયાન રાહતભર્યા સમાચાર પણ આવ્યા છે. રવિવારના દિવસે ભારતનું બધાનું ફેવરિટ રાજ્ય ગોવા નવી સિદ્ધિ લઈને આવ્યું છે. અહીં કોવીડ 19 ના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 7 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી છ તો પહેલા જ સ્વસ્થ થઈ ચૂક્યા હતાં. છેલ્લા દર્દીનો કોરોના રિપોર્ટ પણ રવિવારે નેગેટિવ આવ્યો હતો. જે પછીથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Image Source

3 એપ્રિલ પછી કોઈ જ કેસ નહીં CM પ્રમોદ સાવંતે આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. એમને જણાવ્યું કે ‘સંતોષ અને રાહતની વાત છે કે ગોવાનો છેલ્લો દર્દી પણ કોરોના નેગેટિવ આવ્યો છે. હોસ્પિટલમાં દિવસ અને રાત સેવા કરતા ડોક્ટર સ્ટાફ આ માટે ખરેખર વખાણને પાત્ર છે. ગોવામાં હવે 3 એપ્રિલ પછી કોઈ જ નવો દર્દી સામે આવ્યો નથી.’