ગોવાના બીચ ઉપર આ પ્રવાસીઓએ ગાડી લઈને કરી એવી હરકત કે વીડિયો વાયરલ થતા જ પોલીસે પણ ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

આપણા દેશમાં આવેલા પ્રવાસન સ્થળો તેની સુંદરતા માટે જાણીતા છે અને તેના કારણે જ ત્યાં પ્રવાસીઓની અવર જવર સતત ચાલુ રહેતી હોય છે, પરંતુ ઘણીવાર પ્રવાસીઓ આવા પ્રવાસન સ્થળો ઉપર એવી હરકતો કરતા હોય છે જેને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય. આજે જયારે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે આવી ઘટનાઓ વાયરલ થતા પણ વાર નથી લાગતી, ત્યારે હાલ ગોવાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં દિલ્હીના લલિત કુમાર દયાલ ગોવાના દરિયા કિનારે ઉડતા મોજા સાથે કારને ઝડપથી હંકારતા જોવા મળે છે. લલિત કુમાર ગુરુવારે ગોવાના અંજુના બીચ પર તેની હ્યુન્ડાઈ ક્રેટા એસયુવીને બેદરકારીથી ચલાવતા જોવા મળ્યા હતા, તેના થોડા સમય પછી તેનું વાહન રેતીમાં ફસાઈ ગયું હતું અને વાહનમાં રહેલા લોકો તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

ત્યારે ગોવાના આ પ્રખ્યાત અંજુના બીચ પર બેદરકારીપૂર્વક એસયુવી ચલાવવા બદલ દિલ્હીના એક પ્રવાસી લલિત કુમાર દયાલની પોલીસે ધરપકડ કરી છે. બીચ પર એસયુવી ચલાવતા આ પ્રવાસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જે બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે.

લલિત કુમાર દયાલ દિલ્હીના મંગોલપુરી વિસ્તારનો રહેવાસી છે. નાયબ પોલીસ અધિક્ષક જીવબા દળવીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે પ્રવાસી (લલિત) અંજુના બીચ પર બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે વાહન (હ્યુન્ડાઈ ક્રેટા) ગોવાની એક મહિલાના નામે રજીસ્ટર્ડ છે. વીડિયો સામે આવ્યા બાદ 16 જૂને વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. આ પછી વાહન માલિક સામે માપુસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Captain Goa (@captain_goa)

દિલ્હીના મંગોલપુરીના રહેવાસી લલિત કુમાર દયાલ વિરુદ્ધ બીચ પર પ્રવાસીઓ અને સામાન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા (IPC – ભારતીય પેનલ કોડ)ની કલમ 279 અને કલમ 336 હેઠળ FIR નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગોવામાં બીચ પર ડ્રાઇવિંગ પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં, આરોપીઓ સામે જાહેરમાં ઝડપી ગતિ અને અન્યના જીવને જોખમમાં મૂકવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Niraj Patel