ખબર

31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે ગોવા જવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર અચૂક વાંચો

થર્ટી ફર્સ્ટ માટે ગોવા જવાનું વિચારો છો? તો જરૂર વાંચી લો આ સમાચાર

વર્ષ 2020ને પૂરું થવામાં હવે 15 દિવસ જ બાકી છે. તો 31 ડિસેમ્બરના રોજ લોકો ઉજવણી કરીને મોડે સુધી બહાર ફરતા હોય છે. આ વખતે ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નાઈટ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યું છે. અમદાવાદીઓ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે ગોવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તો ઘણા લોકો દીવ, દમન અને ઉદયપુર જવાનું પણ વિચારી રહ્યા છે.

Image source

લોકો અત્યારથી જ ગોવાનું બુકીંગ કરાવી રહ્યા છે.તો અમદાવાદ-ગોવાનું એરફેર આઠ હજારે પહોંચી ગયું છે. ક્રિસમસ અગાઉ 24 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ગોવાનું એરફેર 9,530 સુધી પહોંચી ગયું છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાતીઓ દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળે ફરવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં ગોવા હોટ ફેવરિટ છે. આગામી દિવસોમાં અમદાવાદ-ગોવાનું એર ફેર હજુ પણ વધી શકે છે.

નોધનીય છે કે, ગુજરાતના ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોય કોઇ પણ પ્રકારની ઉજવણીને પરમિશન આપવમાં નથી આવી. લોકોએ ઘરમાં રહીને જ ઉજવણી કરવી પડશે. માનવું છે કે, ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવે તો કોરોના સંક્ર્મણ વધવાની શક્યતા છે. આ સાથે જ અમદાવાદમાં આ તહેવાર દરમિયાન રાત્રી કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે અને આસપાસના પાર્ટી પ્લોટ અને ફાર્મહાઉસ પર ચુસ્ત નજર રાખવામાં આવશે.

તો બીજી તરફ કોરોનાને કારણે પ્રવાસને ફરી ધમધમતું કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનારને 15થી 25 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.