જયારે તમારો દિવસ જ ખરાબ હોય ત્યારે તમારી સાથે પણ બધું ખરાબ જ થતું હોય છે, આ વીડિયો જોઈને તમને પણ આ વાત પર વિશ્વાસ આવી જશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી ઘટનાઓ જોવા મળે છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આપણે ત્યાં એક કહેવત છે કે, “જયારે દિવસ ખરાબ હોય ત્યારે બધું જ ખરાબ થાય.” હાલ આ વાતને સાચી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

IFS સમ્રાટ ગૌડા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના ટ્વીટર એકાઉન્ટમાં તેઓ ઘણા બધા વીડિયો પણ શેર કરતા રહે છે. હાલમાં જ તેમને એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ પહાડી વિસ્તારમાં ચુલ્હા ઉપર કંઈક જમવાનું બનાવી રહ્યો છે. ત્યારે  તેની સાથે એક ઘટના ઘટી જાય છે.

આ ઘટનાનો વીડિયો વન સેવા અધિકારી ડો. સમ્રાટ ગૌડાએ શેર કર્યો છે. તેમને વીડિયોના કેપશનમાં લખ્યું છે, “જયારે સમય સારો નથી હોતો ત્યારે વસ્તુઓ પણ ખરાબ થઇ જાય છે. શું તમે પણ ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે ?” આ વીડિયોને જોઈને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે અને લોકોને આ વીડિયો ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ જ્યારે કંઈક રાંધતો હોય છે ત્યારે જ ઘેટાનું એક ટોળું આવી જાય છે અને તે જ્યાં સુધી ઘેટાને હટાવતો તે રોટલી લઈને ભાગી જાય છે. આ વ્યક્તિ ઘેટાની પાછળ ભાગે છે અને ત્યારે જ એક ખચ્ચર ત્યાં આવી જાય છે અને તે પણ ખાવાનો સામાન ઉઠાવી લે છે. જયારે તે ખચ્ચરને હટાવવા જાય છે ત્યારે  તે લાત મારવા લાગે છે.

Niraj Patel