વાયરલ

બાબા કોરોનાને ભગાવવા યજ્ઞમાં એવા મંત્રો બોલ્યા કે કોરોના તો શું લોકો પણ ડરી ગયા, જુઓ વીડિયો

કોરોનાએ આખી દુનિયાની ચિંતામાં વધારો કરી દીધો છે. ત્યારે કોરોનાને નાથવા માટે લોકો તમામ પ્રયત્નો પણ કરી રહ્યા છે. સરકાર અને પ્રસાશન પણ કોરોનાને રોકવાની મહેનતમાં લાગેલું છે ત્યારે આ બધા વચ્ચે એક બાબા પણ કોરોનાને ભગાવવા માટે યજ્ઞ કરતા જોવા મળ્યા.

આ યજ્ઞનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં યજ્ઞ તો બરાબર છે, પરંતુ બાબા જે મંત્રોચાર કરે છે તેને જોઈને કોરોના ભલે ભાગે કે ના ભાગે પરંતુ લોકો આ મંત્રોચાર સાંભળીને ડરી જરૂર ગયા હતા. આ એવું લાગતું થયુ કે “ગો કોરોના ગો”નું બીજું વર્ઝન હોય.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ શેર કરવાંમાં આવ્યો છે.તેને જોતા આ “ગો કોરોના ગો વર્ઝન 2.0” લાગી રહ્યું છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે હવે કોરોના તો ગયો સમજો.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક બાબા પૂજા દરમિયાન વિચિત્ર અંદાજમાં “કોરોના મંત્ર” બોલતા યજ્ઞમાં આહુતિ નાખી રહ્યા છે. જ્યાં એક તરફ તેમનો અંદાજ ઘણા લોકોને હસાવી રહ્યો છે તો કેટલાક લોકો ડરી પણ રહ્યા છે. ઘણા યુઝર્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે.. એક યુઝર્સે પૂછ્યું “શું અંધવિશ્વાસથી કોરોના ભાગી જશે ?” તો કેટલાક લોકોએ લખ્યું છે, “બાબા ઢોંગી છે.” જુઓ તમે પણ આ વીડિયો….

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)