મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાંથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, જ્યાંના કાન્હીવાડા થાણા અંતર્ગત ગ્રામ કટિયામાં ભગવાન ગણેશજીના વિસર્જન પછી લોકો નાચવા-ગાવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન એક એવી ઘટના બની કે નાગિન ડાંસ કરતા કરતા એક વ્યક્તિની અચાનક જ મૃત્યુ થઇ ગઈ.

ગુરુવારે રાતના 10 વાગે બનેલી આ અવિશ્વસનીય ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં બે લોકો નાગિન ગીત પર ડાન્સ કરી રહ્યા છે. બંન્ને ડાંસ કરવામાં ખુબ જ મશગુલ થઇ જાય છે જેમાંનો એક વ્યક્તિ અચાનક જ નીચે પડી જાય છે અને તરત જ તેની મૃત્યુ થઇ જાય છે.

મૃતક વ્યક્તિનું નામ રાજકુમાર ઠાકુર જાણવા મળ્યું છે. જેવો જ તે ધડામ કરતો નીચે પડ્યો તો પહેલા તો બધાને એવું જ લાગ્યું કે તે ડાંસ કરીને થાકી જવાથી નીચે સુઈ ગયો છે પણ પછી હકીકત જાણ્યા પછી દરેક હેરાન રહી ગયા હતા.

ઘટનાના સંબંધીમા ગ્રામ પંચાયત કટિયાના સચિવ કબૂલ સૈયામએ કહ્યું કે ગામમાં સાર્વજનિક રૂપે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં ગુરુવારે ધામધૂમથી બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દરેક વખતની જેમ આ વખતે પણ લોકો વિસર્જન પછી ડીજેની ધૂન પર નાચી રહ્યા હતા. આ દરમિયાન નાગિન ધૂન વાગી અને તેના પર બે યુવકોમાંનો એક યુવક, યુવતી બનીને ડાંસ કરવા લાગ્યા હતા”.

ત્યારે જ રાજકુમાર ઠાકુર નીચે પડી ગયો અને જમીન પર સુઈ ગયો, પહેલા તો કઈ સમજણ ન પડી કે શું થઇ રહ્યું છે, પણ પછી જાણ થઇ કે તેની તરત કે મૃત્યુ થઇ ગઈ છે. મૃતકના પિતા ગુરૂપ્રસાદે જણાવ્યું કે અમુક દિવસો પહેલા રાજકુમારને એક અકસ્માતને લીધે માથામાં ગંભીર ઇજા થઇ હતી જો કે ઈલાજ કરવાથી તે ઠીક થઇ ગયો હતો.

ડાંસના દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ થઇ રહ્યું હતું જેને લીધે પુરી ઘટના કેમેરામાં કૈદ થઇ ગઈ હતી, જેના પછી આ વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે, અને તેને જોઈને લોકો ખુબ હેરાની વ્યક્ત કરી રહ્યા છે. અચાનક જ મૌત થઇ જવાને લીધે વિસર્જનના કાર્યક્રમમાં માતમ છવાઈ ગયો. જો કે રાજકુમારની મૃત્યુના સાચા કારણની હજી સુધી જાણ નથી થઇ.
જુઓ વિડીયો…
मध्य प्रदेश के सिवनी में गणेश विसर्जन के बाद पंडाल में नागिन डांस करते हुए युवक की मौत #GaneshVisarjan pic.twitter.com/bWzxBBBbGO
— Manish Jha (@manishjha11) 14 September 2019
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks