Navratri News Navratri Special Recipy રસોઈ

શિયાળામાં બનાવો સ્વાસ્થ્ય વર્ધક ગુંદરપાક ઘરે જ, જોઈ લો એકદમ સરળ રેસિપી

શિયાળાના દિવસો આવવાની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે આ સીઝનમાં લોકો સ્વાસ્થ્યને લઈને ખુબ જ કાળજી રાખતા હોય છે, કસરત કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય વર્ધક ખોરાક પણ લેવાનું પસંદ કરે છે. ઘણા ઘરોમાં વસાણું, ગુંદરપાક જેવી વસ્તુઓ બનતી પણ હોય છે અને તે શરીર માટે ખુબ જ લાભકારક પણ હોય છે. જો તમને ગુંદર પાક ઘરે નથી બનાવતા ફાવતું તો આજે અમે તમને ગુંદરપાક બનાવવાની ખુબ જ સરળ રેસિપી જણાવીશું.

Image Source

ગુંદરપાક બનાવવા માટેની સામગ્રી:

  • 100 ગ્રામ ગુંદર
  • 50 ગ્રામ બદામ
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ પિસ્તા
  • 1 કપ નારિયેળનું છીણ
  • 1/2 કપ ઘી
  • 200 ગ્રામ માવો
  • 2 કપ ખાંડ
  • 1/2 કપ પાણી
  • 1/2 ચમચી ઈલાયચી પાવડર
  • સજાવટ માટે
  • 6-7 કાપેલી બદામ
  • 6-7 કાપેલા પિસ્તા
  • 6-7 કાપેલા કાજુ
  • 1 મોટી ચમચી નારિયેળનું છીણ
Image Source

ગુંદરપાક બનાવવાની રીત:

  • સૌથી પહેલા ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ગરમ કરો તેમાં સૌથી પહેલા પિસ્તાને શેકી લેવા અને બહાર કાઢી બાજુ ઉપર રાખી લેવા.
  • ત્યારબાદ એજ પેનમાં નારિયેળનું છીણને સામાન્ય શેકી લેવું અને તેને પણ બહાર કાઢી લેવું.
  • હવે આજ કઢાઇની અંદર ઘી ગરમ કરવા રાખી લેવું.
  • ઘી ગરમ થયા બાદ તેમાં ગુંદર નાખીને સારી રીતે તળી લેવો જ્યાં સુધી ગુંદર ફૂલવા ના લાગે.
  • ત્યારબાદ ગૂંદરને એક પ્લેટની અંદર કાઢી લેવો.
  • ત્યારબાદ કઢાઈમાં એક એક કરીને કાજુ બદામ પણ ફ્રાય કરી લેવા.
  • કાજુ બદામ અને પિસ્તા ઠંડા થઇ જાય પછી તેને થોડા થોડા પીસી લેવા.
  • હવે એક કઢાઇની અંદર માવો નાખીને થોડો શેકી લેવો.
  • થોડીવાર પછી તેમાં ખાંડ નાખી લેવી અને સારી રીતે શેકી લેવો જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય.
  • હવે આ માવાની અંદર બધા જ મેવા, ઈલાયચી પાવડર, નારિયેળ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી જેમાં જમાવી શકાય તેવા વાસણમાં કાઢી લેવું.
  • 1 થાળીની અંદર ઘી લગાવીને થોડી ચીકણી કરી લેવી. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખીને ફેલાવી લેવું.
  • ત્યારબાદ તેમાં કાપેલી બદામ, નારિયેળનું છીણ અને પિસ્તા નાખીને સજાવી લેવું.
  • જયારે તે ઠંડુ થઇ જાય ત્યારે તેને મનગમતા ટુકડામાં કાપી લેવું.
  • તમારો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક ગુંદરનો પાક તૈયાર છે.
Image Source

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સરસ મઝાની રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.