રેમડિસિવિરનો પર્દાફાશ: અંદર શું ભરતા જાણો છો? આત્મા કંપી ઉઠશે , નકલી ઇન્જેક્શન બનાવતી આખી ફેક્ટરી ઝડપાઇ

ગુજરાતીઓના માથે આવ્યું મોટું સંકટ, પાંચ હજાર નકલી ઈન્જેક્શન વેચી દીધા અને…

કોરોના સંકટમાં કેટલીક દવાઓ ખુબ જ જરૂરી બની છે, જેના કારણે હવે તેની કાળાબજારી પણ થવા લાગી છે. એવી જ એક દવા છે રેમડેસિવિર ઇન્જેક્શન. આ ઈન્જેક્શનની કાળાબજારીની સાથે સાથે હવે લોકોની જિંદગી સાથે રમત રમનારા લોકો નકલી રેમડેસિવિર ઇન્જેક્શન પણ બનાવી રહ્યા છે.

ત્યારે હાલમાં જ રેમડેસિવિર ઇન્જેક્શનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તો બીજી તરફ આ મામલે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે અને ઘણા શહેરોમાં કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે અત્યાર સુધીમાં 23 ગુનામાં 57 લોકોની ધરપકડ કરી છે. ડીજીપી આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર મોરબીમાં 41 ઈંજેક્શન અને 2 લાખની રોકડ સાથે 3ની ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ જુહાપુરામાં 1117 ઈંજેક્શન મળી આવ્યા છે.

ત્યારે બીજી તરફ સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા પિંજરત ગામના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ ઈન્જેક્શન બનાવવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાંથી પાંચ હજાર ઈન્જેક્શન વેચી દીધા હોવાનો પણ ખુલાસો થયો છે. સાથે જ 60 હજાર જેટલા ડુપ્લિકેટ ઈન્જેક્શનનો સ્ટોક સાથે સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે.

ત્યારે આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર આ નકલી ઈન્જેક્શનની અંદર ગ્લુકોઝ અને મીઠું નાખીને બનાવતા હતાં. નકલી રેમડેસિવિરના સ્ટીકરની પ્રિન્ટ મુંબઈમાં કરાવાતી હતી. રેમડેસિવિરના સ્ટીકર, મોરબીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓલપાડ ખાતેની ફેકટરી ઝડપાઇ છે.

નોંધનીય છે કે આ પહેલા પણ અમદાવાદના મોહમ્મદ આસિફ અને રમિશ કાદારી નામક આરોપીઓના ઘરમાંથી 1100 ઈંજેક્શન મળી આવ્યા છે અને તેમણે સુરતના રહેવાસી કૌશલ વોરા પાસેથી ઇન્જેક્શન લીધા હતા. આરોપ છે કે તેમણે 60 હજાર ઇન્જેક્શન વેચવાનું પ્લાનિંગ કર્યું હતું ત્યારે ગુજરાત પોલીસે 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Niraj Patel