આપણા દેશના મોટાભાગના ઘરમાં હવે ટીવી છે, અને ટીવી ઉપર ઘણી જ ધારાવાહિકો સાથે સાથે ફિલ્મો પણ આપણે જોઈએ છીએ. આ જાહેરાતો, ધારાવાહિકો અને ફિલ્મોમાં ઘણા કલાકારો આપણા માટે પણ યાદગાર બની જતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવી અભિનેત્રીની વાત કરવાના છીએ જે આમ તો દરેક ઘરમાં વસેલી છે
અમે વાત કરી રહ્યા છે એ અભિનેત્રીની જે કોલગેટના રેપર ઉપર પોતાની સુંદર સ્માઈલ દ્વારા દરેક ઘરમાં બિરાજમાન છે. પરંતુ હાલ તે એક શાનદાર ગુજરાતી ફિલ્મમાં નજર આવી હતી. આ અભિનેત્રીનું નામ છે જયકા યાજ્ઞિક. જે 17 ડિસેમ્બરના 2021 ના રોજ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ “હલકી ફુલકી”માં એક શાનદાર પાત્ર નિભાવ્યું હતું, ત્યારે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા જયકા યાજ્ઞિક સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સાથેના સવાલ જવાબમાં ઘણી જ રસપ્રદ વાતો થઇ.
દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, સામાન્ય માણસોથી લઈને સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે બૉલીવુડ અને ઢોલીવુડમાંથી પણ લગ્નની ખબરો સામે આવી રહી છે. હાલ ગુજરાતની એક ખ્યાતનામ અભિનેત્રી જેને બોલીવુડની ફિલ્મોમાં પણ પોતાના શાનદાર અભિનય દ્વારા એક આગવી ઓળખ ઉભી કરી છે એવી જયકા યાજ્ઞિક પણ લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે.
જયકા યાજ્ઞિકના લગ્નની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, આ સાથે જ ચાહકો પણ તેને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. ઢોલીવુડના ઘણા સેલેબ્સ દ્વારા પણ જયકાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જયકા યાજ્ઞિક ઇન્ડસ્ટ્રીનું ખુબ જ જાણીતું નામ છે, ઘણા ઓછા લોકો જાણતા હશે પરંતુ કોલગેટના પેક ઉપર જે ચમચમાતી સમાઈ તમે જોઈ રહ્યા છો તે સ્માઈલ જયકા યાજ્ઞિકની છે. જયકા “ફેસ ઓફ કોલગેટ” તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત જયકાએ બૉલીવુડ અને ઢોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
જયકાના બૉલીવુડ કેરિયરનો જો વાત કરવામાં આવે તો તેમને બોલીવુડની બે ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “હે અપના દિલ તો આવારા”, “વન-ડે” જેવી ફિલ્મોના ના સામેલ છે. આ ફિલ્મમાં તેમને અનુપમ ખેર સાથે પણ કામ કર્યું છે. “વન-ડે” ફિલ્મમાં તે અનુપમ ખેરની દીકરીના પાત્રમાં જોવા મળ્યા હતા.
જયકા યાજ્ઞિક સાથે એક ફિલ્મના પ્રમોશન દરમિયાન ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી હતી, જેમાં તેમને પોતાના કેરિયર વિશે પણ ઘણી વાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે તેઓ ઘણી જાહેરાતોમાં પણ કામ કરી ચુકી છે. જેમાં તે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ જોવા મળી ચુકી છે. અમિતાભ બચ્ચન સાથે જયકાએ એકવાર નહિ પરંતુ બે વાર કામ કર્યું છે, અમિતાભ સાથે કામ કરવાના અનુભવને લઈને જયકાએ જણાવ્યું હતું કે, “અમિતાભ સાથેનું શૂટિંગ મારા માટે ખુબ જ ખાસ હતું. એ શૂટિંગમાં અમિતાભ બચ્ચન અમને ગાઈડન્સ કરતા એ બધું ખુબ જ યાદગાર હતું.”
જયકાના બૉલીવુડ કેરિયરનો જો વાત કરવામાં આવે તો તેમને બોલીવુડની બે ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “હે અપના દિલ તો આવારા”, “વન-ડે” જેવી ફિલ્મોના ના સામેલ છે. આ ફિલ્મમાં તેમને અનુપમ ખેર સાથે પણ કામ કર્યું છે. “વન-ડે” ફિલ્મમાં તે અનુપમ ખેરની દીકરીના પાત્રમાં જોવા મળ્યા હતા.
જયકા યાજ્ઞિક થોડા સમય પહેલા જ આવેલી ગુજરાતી ફિલ્મ “હલકી ફુલકી” ફિલ્મમાં નજર આવ્યા હતા. આ ફિલ્મની અંદર તેમનો અભિનય ખુબ જ શાનદાર રહ્યો હતો. ફિલ્મમાં તે એક કાઠિયાવાડી મહિલા “પોલિસી ભાભી”ના રોલમાં જોવા મળ્યા હતા. તેમના અભિનયને પણ દર્શકોએ ખુબ જ વખાણ્યો હતો.સામે આવેલા વીડિયોની અંદર સ્મિત ઘૂંટણિયે બેસીને જયકાને પ્રપોઝ કરતો પણ જોવા મળી રહ્યો છે. આ સમયે ત્યાં ઉપસ્થિત મહેમાનો પણ સ્મિતનો આ અંદાજ જોઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તાળીઓના ગડગડાટથી આ ક્ષણને પણ વધાવી લીધી હતી.
ત્યારે વાત કરીએ તેમના લગ્નની તો જયકા યાજ્ઞિક સ્મિત બાવરીયા સાથે લગ્નના સાત ફેરર ફર્યા છે.સ્મિત બાવરીયા એક આઈ સર્જન છે. સ્મિત અને જયકાના લગ્નની ઘણી બધી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં રાજકુમારીને જેમ શણગાર સજેલી જયકા જોઈ શકાય છે.
જયકા યાજ્ઞિકના લગ્નનમાં પ્રખ્યાત ગાયિકા કૈરવી બુચે પણ હાજરી આપી હતી, તેમને પણ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ ઉપરાંત ફિલ્મ “ધુંઆધાર” અને “ટીચર ઓફ ધ યર” જેવી ફિલ્મો અને “બસ ચા સુધી” જેવી વેબ સિરીઝમાં કામ કરનાર અભિનેત્રી અલીશા પ્રજાપતિ પણ જયકાના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમને પણ તેમના સોશિયલ મીડિયામાં લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.
જયકા યાજ્ઞિકના લગ્નની સામે આવેલી તસ્વીરોમાં પીઠીથી લઈને મ્યુઝિકલ નાઈટ સુધીની સફરને જોઈ શકાય છે. પીઠીની તસ્વીરોમાં જયકા પીળા કપડામાં ખુબ જ સુંદર લાગી રહી છે. તો મ્યુઝિકલ નાઈટમાં તે પોતાના પતિ સ્મિત સાથે ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે.