ખબર

સમાજ માટે એક મોટી પ્રેરણા કાયમ કરી: સસરાએ પોતાની વહુને આ દાન આપી ને બચાવ્યો જીવ

આજકાલ આપણે જોઈએ છીએ કે લગ્ન બાદ વહુને સાસરી તરફથી શારીરિક અને માનસિક પીડાઓ આપવાના ઢગલાબંધ કિસ્સાઓ મળી આવે છે. પરંતુ આ દરમિયાન જ આજે અમે તમને એક એવો કિસ્સો જણાવીશું જે સમાજ માટે એક મોટી પ્રેરણા સમાન છે.આ કિસ્સો સામે આવ્યો છે કરનાલ જિલ્લાના તરાવડીથી. જ્યાં 65 વર્ષના સસરા મોહન લાલ કાઠપાલે પોતાની 33 વર્ષીય વહુ પ્રિયંકા કાઠપાલને પોતાની કિડનીનું દાન કરીને તેનો જીવ બચાવ્યો છે. ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયું.

આઈવી હોસ્પિટલ નેફ્રોલોજી ડાયરેક્ટર ડો. રાંક કૌશલે જણાવ્યું હતું કે મોટાભાગના મામલાઓમાં અમે જોયું છે કે જયારે કોઈ પ્રિયજનને કિડનીનું દાન કરવાની વાત આવે છે તો લોહી અને પ્રેમના બંધનો પણ તૂટી જાય છે. પરંતુ આ મામલામાં મોહનલાલે પોતાની વહુને કિડનીનું દાન કરીને એક મિશાલ કાયમ કરી છે.

તો આ બાબતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. અવિનાશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે “જે ક્ષણે સર્જરી બાદ તેમને પોતાની વહુ વિશે પૂછ્યું ત્યારે અમારું દિલ એ આશાએ ભરાઈ ગયું કે દુનિયાની અંદર જો અંધારું છે તો આશા પણ છે જ.”

પ્રિયંકાના જીવનની અંદર બધું જ સારું ચાલી રહ્યું હતું. પ્રિ-મેચ્યોર બાળકના જન્મ બાદ તેને જટિલતાઓ અને સંક્રમણની સારવારમાંથી પસાર થવું પડ્યું. સારવાર દરમિયાન તેનું લોહી સંક્રમિત બની ગયું. જેના કારણે તેની કિડની ખરાબ થઇ ગઈ. તેને નિયમિત રૂપે ડાયાલીસીસ માંથી પસાર થવું પડતું હતું. હાલત ત્યાં સુધી પહોંચી ગઈ કે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી.

પ્રિયંકાના સસરા મોહનલાલે જણાવ્યું “આ સમય અમારા પરિવાર માટે ખુબ જ ખરાબ હતો. મારા દીકરા અને મારી વહુનો તણાવની અંદર ડૂબેલો ચેહરો જોવો મારા માટે અસહનીય હતું. જ્યારે અમને જણાવવામાં આવ્યું કે પ્રિયંકાને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તો મેં તરત પોતાની કિડની આપવાનું મન બનાવી લીધું. મારી દીકરો પોતાની કિડની આપવા મણાગતો હતો. પરંતુ હું અને મારી પત્ની તેની યુવાન ઉંમરને લઈને સહમત નહોતા.”

તેમને આગળ જણાવ્યું કે, “પરિવારની અંદર મોટા હોવાના કારણે મારુ આ કર્તવ્ય બને છે કે હું મારા પરિવાર અને મારી વહુ પ્રિયંકાને બચાવું. જે આટલી નાની ઉંમરની અંદર આ અપ્રત્યાશિયત બીમારીની શિકાર બની ગઈ છે.”

તો આ બાબતે પ્રિયંકાનું કહેવું છે કે “મને મારા સસરાના કારણે બીજો જન્મ મળ્યો છે. આ મારા સાસરીવાળા અને મારા પતિના નિરંતર સહયોગ અને સહારો હતો જેને મને આ નિરાશાજનક સ્થિતિ અને મારા જીવનના અંધારા સમયમાંથી બહાર લાવવામાં મદદ કરી.”