ગુજરાતમાં વધુ એક યુવતી બની અન્ય ધર્મના યુવકની વાસનાનો શિકાર, 15 દિવસમાં જ 4 વાર આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર મામલો
Abuse of a minor by false identification : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતી સાથે દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. કેટલીક ઘટનાઓમાં અન્ય ધર્મના લોકો દ્વારા નામ બદલીને હિન્દૂ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવવામાં આવતી હોય છે અને પછી તેમની સાથે દુષ્કર્મ આચરી, પોતાની હવસ સંતોષીને તરછોડી દેવામાં પણ આવતી હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદના ઈસનપુરમાંથી સામે આવી છે. જ્યાં ઇલ્યાસ નામના વ્યક્તિએ પોતાનું નામ યશ રાખીને એક સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું.
ઈલિયાસની બદલે “યશ”નામ રાખ્યું :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર 16 વર્ષની સગીરાની માતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે એક કપડાંની દુકાનમાં નોકરી કરતી હતી અને દુકાનદારે પોતાનું નામ ઇલ્યાસ હોવા છતાં પણ યશ જણાવ્યું હતું અને છેલ્લા ત્રણ મહિનાથી સગીરા આ દુકાનમાં નોકરી હતી. ત્યારે આ સમય દરમિયાન સગીરા સાથે 4 વાર બળજબરી પૂર્વક શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જયારે સગીરાએ આ વાત તેની માતાને કરી ત્યારે તેમને પોલીસ ફરિયાદ નોધાવી હતી.
15 દિવસમાં 4 વાર આચર્યું દુષ્કર્મ :
ફરિયાદ અનુસાર સગીરાને નોકરીની જરૂર હોય આરોપીઓએ પોતાની કપડાંની દુકાન પર નોકરીએ રાખી હતી અને પોતાનું અસલી નામ ઈલિયાસ હોવા છતાં પણ તેને યશ જણાવ્યું હતું. જેના બાદ 15 દિવસમાં સગીરા સાથે 4 વાર બળજબરી પૂર્વક દુષ્કર્મ પણ આચર્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને આ સમગ્ર મામલા પર પોલીસ હાલ તપાસ પણ કરી રહી છે.
View this post on Instagram
ફક્ત 16 વર્ષની હતી સગીરા :
સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની છે ત્યારે અમ્મલે પોલીસે કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો પણ નોંધ્યો છે. હાલ આરોપો પોલીસની ધરપકડમાં છે અને સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવા બનાવો સતત સામે આવી રહ્યા છે. સુરતમાં પણ થોડા સમય પહેલા જ સામે આવેલા એક મામલામાં આજેર આલમ નામના યુવકે પોતાનું નામ અર્જુન સિંહ રાખ્યું હતું અને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને સાપુતારા લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.