લોકોના મનની વાત ચીઠ્ઠીમાં લખીને કહી દેનારા બાગેશ્વર ધામના બાબા આવ્યા ફરી ચર્ચામાં, કહ્યું, “વહેલા લગ્ન કરો અને ત્રણ ચાર બાળકો….”જુઓ

જલ્દી લગ્ન કરીને ત્રણ ચાર બાળકો પેદા કરવાની વાતને લઈને ચર્ચામાં આવ્યા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, વાયરલ થયો વીડિયો.. જુઓ

બાગેશ્વર ધામ છેલ્લા ઘણા સમયથી સત્તર ચર્ચામાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ધામમાં આવેલા વ્યક્તિની મૂંઝવણો ચિઠ્ઠીમાં તેમના બોલ્યા પહેલા જ લખીને જણાવી દે છે. ત્યારે હાલ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બાળકોના જન્મને લઈને આવું નિવેદન આપ્યું છે, જેના પર પહેલા પણ રાજકારણ થતું રહ્યું છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મંચ પરથી લોકોને સંબોધતા કહ્યું કે જેમના લગ્ન નથી તેઓએ જલ્દી લગ્ન કરી લેવા જોઈએ અને ત્રણથી ચાર બાળકોને જન્મ આપવો જોઈએ જેમાંથી એક બાળક ભગવાન રામના કાર્ય માટે હોવું જોઈએ.

તાજેતરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છતરપુર શહેરના રામલીલા પરિસરમાં રામ જન્મ મહોત્સવ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. તેમણે કાર્યક્રમમાં મંચ પરથી કહ્યું કે લોકોએ ઓછામાં ઓછા 3થી 4 બાળકોને જન્મ આપવો જોઈએ અને ભગવાન રામ માટે ઓછામાં ઓછા બે બાળકો રાખવા જોઈએ. પંડિત શાસ્ત્રી અહીં જ ન અટક્યા, તેમણે એમ પણ કહ્યું કે જ્ઞાની માટે એક સંકેત પૂરતો છે. હું કોઈ ધર્મનું અપમાન કરતો નથી, હું ફક્ત મારા ધર્મના લોકોને જોડવાનું કામ કરું છું.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આગળ કહ્યું કે હવે કોઈ બળી રહ્યું છે, તો આમાં આપણે શું કરવું જોઈએ… અમે થોડા દિવસોથી મલમ લઈને ફરી રહ્યા છીએ. અમે કહીએ છીએ કે ભાઈ તમારી ઈર્ષ્યા અકબંધ રાખો, અમે અમારી અગ્નિ અખંડ રાખીશું. હવે જો કોઈને રામની વાત કરવાની ચિંતા હોય, કોઈને હિંદુ રાષ્ટ્રની ચિંતા હોય તો આપણે શું કરવું જોઈએ? ઈર્ષ્યા કરનારા લોકોએ હાર્ટ એટેકની દવા લેવી જોઈએ.

Niraj Patel