ખબર વાયરલ

સચિનને OLAનું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો થયો એવો કડવો અનુભવ કે 1 અઠવાડિયામાં જ લમણે હાથ મૂકી દેવા પડ્યા, પછી કંપનીની શાન ઠેકાણે લાવવા કર્યું એવું કે

પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતના કારણે લોકો હવે ઈ વ્હિકલ તરફ આગળ વધ્યા છે, માર્કેટમાં ઘણી બધી કંપનીઓએ પોતાના ઈ સ્કૂટર પણ લોન્ચ કરી દીધા છે, તો ઘણીવાર ઈ સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે લોકોના મનમાં પણ ઇલેક્ટ્રિક સ્કૂટરને લઈને ડર જોવા મળી રહ્યો છે, પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારાઓને ફરીથી વિચારવા માટે મજબુર કરી દીધા છે.

ઓલાએ ભારતમાં ઈ-સ્કૂટર લોન્ચ કર્યું છે, પરંતુ કેટલીક ખરાબ ઘટનાઓને કારણે ઘણા લોકો તેના ઇલેક્ટ્રિક સ્કૂટરનો અનુભવ સારો નથી કહી રહ્યા. હાલમાં જ આસામમાં થયેલા અકસ્માત બાદ લોકો તેના ઈ-સ્કૂટર સાથે વધુ સાવચેતી રાખી રહ્યા છે.ત્યારે હાલમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં સચિન ગિટ્ટેએ તેના ઓલા ઈ-સ્કૂટર સાથે આવું કૃત્ય કર્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સચિને તેના ઓલા ઈ-સ્કૂટરના ખરાબ પ્રદર્શનનો દાવો કર્યો છે. વિરોધમાં તેણે રસ્તા પર પોતાના ઈ સ્કૂટરને ગધેડા સાથે બાંધીને ખેંચાવ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન ગધેડા સાથે બાંધેલા પીળા રંગના ઈ-સ્કૂટરને ખેંચી રહ્યો છે. આ સાથે તેણે કેટલાક પોસ્ટર પણ લટકાવ્યા છે. તેમણે લોકોને અપીલ પણ કરી છે કે, ઓલા કંપનીના ઈ-સ્કૂટર પર વિશ્વાસ ન કરો.

બીડ જિલ્લાના પરલીના રહેવાસી સચિનનો દાવો છે કે તેણે ઓલા કંપની પાસેથી ઈ-સ્કૂટર ખરીદ્યું હતું. સપ્ટેમ્બર 2021માં તેણે કંપનીને 20,000 રૂપિયાની પ્રારંભિક ચુકવણી કરી. આ પછી, જાન્યુઆરી 2022માં 65 હજાર રૂપિયાની અંતિમ ચુકવણી કરવામાં આવી. કંપનીએ આ ઈ-સ્કૂટરને 24 માર્ચે તેમને ડિલિવરી કરી હતી, પરંતુ છ દિવસ પછી આ સ્કૂટરે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by LetsUpp Marathi (@letsupp.marathi)

સચિનનો આરોપ છે કે જ્યારે તેણે ઓલા કંપનીના અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે મિકેનિક આવ્યો, પરંતુ તેનાથી પણ સ્કૂટર સરખું થયું નહીં. કસ્ટમર કેરમાં ફોન કર્યો તો તેઓએ જવાબ પણ આપ્યો ન હતો. આ પછી રવિવાર 24 એપ્રિલ એક મહિનો થયો હોવાથી આ અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું. ઈ-સ્કૂટરને ગધેડા સાથે બાંધીને રસ્તા પર દોડાવવામાં આવ્યું હતું. તેણે બેનર પર લખ્યું છે કે આ કપટી કંપની ઓલાથી સાવધ રહો. ઓલા કંપનીના ટુ વ્હીલર ન ખરીદો.