મનોરંજન

બોલિવૂડને મોટો ધ્રાસ્કો: બ્લોકબસ્ટર શોલે ફિલ્મની ફેમસ અભિનેત્રીનું નિધન, ઘણી હિટ ફિલ્મો આપેલી- ૐ શાંતિ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ કાકનું મુંબઈમાં 14 ડિસેમ્બરે નિધન થયું છે. ગીતા સિદ્ધાર્થના નિધનના સમાચાર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશને ટ્વિટર પર ટ્વીટ કરીને શેર કર્યા હતા.

Image Source

અભિનેત્રી સિદ્ધાર્થ કાકની ઓળખ આપવામાં આવે તો તેમને પ્રસિદ્ધ ફિલ્મ શોલેમાં જયા બચ્ચનની જેઠાણીનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તેમને બોલિવૂડ ફિલ્મ ડિસ્કો ડાન્સરમાં અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાનું પાત્ર પણ ભજવ્યું હતું.

Image Source

આ સિવાય 1970-80ના દાયકામાં આવેલી બોલિવૂડની ક્લાસિક ફિલ્મો જેમ કે અર્થ, મંડી, કસમ પેદા કરને વાલો કી, ગમન, ગરમ હવા, પરિચય, રામ તેરી ગંગા મેલી, નૂરી અને ત્રિશૂલ વગેરેમાં અભિનય કર્યો હતો.

Image Source

ગીતાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પરિચયથી કરી હતી. આ પછી 1973માં આવેલી ફિલ્મ ગરમ હવામાં એના કામના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. એ સમયે તેમના કામના ખૂબ જ વખાણ કરવામાં આવતા હતા અને તેમની ખૂબ જ બોલબાલા હતી. ઘણી હિટ ફિલ્મો આ અભિનેત્રીના નામે છે.

Image Source

ગીતાએ દૂરદર્શનના પોપ્યુલર શૉ ‘સુરભિ’ના પ્રોડ્યુસર અને હૉસ્ટ સિદ્ધાર્થ કાક સાથે લગ્ન કર્યા હતા અને બંનેની એક દીકરી અંતરા પણ છે.

Image Source

પોપ્યુલર શૉ ‘સુરભિ’માં ગીતાએ આર્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. અભિનય સિવાય તેમને સામાજિક કાર્યોમાં પણ રુચિ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.