ખબર

એશિયાના સૌથી મોટા રોપ-વેનું ગિરનારમાં થયું લોકાર્પણ, 8 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચાડશે, જાણો વિશેષતા

એશિયાનો સૌથી મોટા રોપ-વેનું ઈ-લોકાર્પણ આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.એમ. વિજય રૂપાણી સહીત બીજા પણ અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત રહ્યા હતા.

Image Source

ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ રોપ-વે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં જ કાપવામાં આવશે. આ રોપ-વે દ્વારા દર્શનાર્થીઓને પણ ઘણી જ અનુકૂળતા મળશે.

Image Source

જૂનાગઢની અંદર રોપ-વેના ઈ લોકાર્પણ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કિસાન સૂર્યોદય યોજના પણ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત 1055 ગામડાના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે.

Image Source

પ્રધાનમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરીને ખુલ્લો મુકવામાં આવેલા આ રોપ-વે દ્વારા એક જ કલાકમાં હવે 800 મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે. જેમાં 2.3 કિલોમીટરના રૂટની અંદર 9 ટાવર લગાવવામાં આવ્યા છે અને 24 ટ્રોલી કાર્યરત રહેશે. ગિરનારમાં શરૂ થયેલી રોપ-વે સેવા માટેના ટિકિટ દર પણ નક્કી થઇ ગયા છે. જેમાં 16 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે બંને તરફની મુસાફરીની ટિકિટનો દર રૂ. 700 છે, જ્યારે એક તરફી ટિકિટનો દર રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે.

રોપવેમાં વપરાયેલી રોપ જર્મનીથી મગાવાઈ છે ગિરનાર પર પવનની ગતિને ધ્યાનમાં રાખીને રોપવેની ડિઝાઈન બનાવાઈ, આ રોપવેની લંબાઈ 2320 મીટર છે, ઉંચાઈ 900 મીટર છે.
એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મીટર હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.