ગિરનારની લીલી પરિક્રમા અંગે વહીવટી તંત્રએ કર્યો નિર્ણયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે અને કેટલા શ્રદ્ધાળુઓને મળશે એન્ટ્રી

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે લોકડાઉન લાદવામાં આવ્યુ હતુ અને તે બાદથી અનેક ઓફિસો સહિત ઘણુ બધુ બંધ કરવામાં આવ્યુ હતુ. તેમાં કોરોનાને કારણે મંદિર પરિસરમાં પણ ભક્તોને એન્ટ્રી આપવામાં આવતી ન હતી ત્યારે સતત બીજા વર્ષે કોરોનાને કારણે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી હતી અને ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા હતા જેને પગલેે હોબાળો મચી જવા પામ્યો હતો. શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને રાખી હવે સામાન્ય લોકોને 400-400ના જૂથમાં પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવી છે અને આને પગલેે શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

જૂનાગઢની લીલી પરિક્રમાને લઇને વહીવટી તંત્રએ પોતાનો નિર્ણય બદલ્યો છે. લીલી પરિક્રમા શરૂ થતા જ બંધ કરવામાં આવી છે. વહેલી સવારે 4 વાગ્યાથી લઇને 8 વાગ્યા સુધી જ લોકોને એન્ટ્રી આપવામાં આવશે જે માટે હવે આવતી કાલે સવારે જે લોકો 4 વાગ્યે આવશે તેને જ એન્ટ્રી મળશે. જો કે, આ નિર્ણયના લીધે રૂપાતયન ગેટ પર શ્રદ્ધાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેઓ પરિક્રમા કરવા દેવાની માંગ પર અડગ રહ્યા હતા. વહેલી સવારથી આઠ વાગ્યા સુધી લગભગ 35 જેટલા પરિક્રમાાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા પરિક્રમા કરવાના નિર્ણય અંગે સાધુુ સંતો અને શ્રદ્ધાળુઓની માંગને ધ્યાને લઇ પરિક્રમા કરવાની છૂટ આપવામાંં આવી હોવાથી તંત્ર દાવો કરી રહ્યુ છે કે અંદર તમામ પ્રકારની વ્યવસ્થા તાબડતોડ ઊભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પરિક્રમા અંગે 400 સાધુ સંતોને જ પરવાનગી આપવામાં આવી હતી. ત્યારથી લઇને આજ સુધી ઘણા વિવાદો અને ચર્ચા થઇ અને છેવટે શ્રદ્ધાળુઓની જીત થઇ હોય તેમ વહીવટીતંત્રએ નિર્ણયમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

જણાવી દઇએ કે,જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો ગત મોડી રાત્રે સાધુ-સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓએ જય ગીરનારીના નાદ સાથે યાત્રિકો માટે વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ગિરનારની ફરતે 36 કિમી રૂટ પર પાંચ દિવસ પરિક્રમ ચાાલતી હોય છે. ઈટવા ઘોડીથી શરુ થતી પરિક્રમા માળવેલા, જાંબુડી, સરાકડીયા, પાટવડ, નળપાણીની ઘોડી, બોરદેવી થઈ પરત ભવનાથ તળેટીમાં પરિક્રમાની પૂર્ણ થતી હોય છે. જેમાં અલગ-અલગ અન્નક્ષેત્રોમાં પરિક્રમાર્થીઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા થતી હોય છે. ત્યારે હવે ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ પણ થઇ ગયો છે. તમામ લોકોને પરિક્રમા કરવા છૂટ આપવામાં આવી છે.

Shah Jina