છોકરાઓ સાથે આવો ભેદભાવ શું કામ ? હેલ્મેટ વગર બે છોકરીઓને સ્કૂટી પર પકડી પોલીસ અધિકારીએ..પછી પ્રેમથી કહ્યું “બેટા હેલ્મેટ કેમ નથી પહેર્યું ?” જુઓ વીડિયો

હેલ્મેટ વગર પકડાઈ છોકરીઓ તો અધિકારી બેટા બેટા કહીને સમજાવવા લાગ્યા, વીડિયો જોઈને છોકરાઓ બોલ્યા.. “છોકરા અને છોકરીઓમાં ભેદભાવ…” જુઓ તમે પણ

પોલીસ ટ્રાફિકના નિયમોને લઈને ખુબ જ સજાગ હોય છે અને તેનો અનુભવ તમને ક્યારેક તો ચોક્કસ થયો હશે. જયારે પણ પોલીસ આપણને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પકડે ત્યારે પૈસા ઢીલા કરવા જ પડતા હોય છે. પોલીસ પણ તરત મેમો ફાડી દેતી હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે જેમાં ભૂલ થવા પર પોલીસ ચલણ લીધા વિના જવા ના દેતી હોય.

પરંતુ હાલ એક વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેમાં હેલ્મેટ વગર સ્કૂટી પર નીકળેલી બે છોકરીઓને એક અધિકારી સમજાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે છોકરીઓ સ્કૂટી પર બેસીને રસ્તાના કિનારે આવેલી એક દુકાને પહોંચી. ત્યારે એક પોલીસ અધિકારીએ તેમને જોયા. જ્યારે તે છોકરીઓ પાસે પહોંચ્યા અને તેમને પૂછ્યું કે તેઓ હેલ્મેટ કેમ નથી પહેરતા, ભાઈ…

જ્યારે પોલીસ અધિકારીએ કહ્યું ચલણ….પછી છોકરીએ હસીને એ જ જવાબ આપ્યો જે મોટાભાગના લોકો આપે છે. જો કે, સોશિયલ મીડિયા યુઝર્સને થોડું આશ્ચર્ય થયું કે પોલીસકર્મીઓ છોકરીઓ સાથે આટલા પ્રેમથી વર્તે છે, જ્યારે છોકરાઓ સાથે કડકાઈથી વાત કરે છે. આ વીડિયો ટ્વિટર યુઝર @vikendra_sharma દ્વારા 6 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વીડિયો સાથે તેણે કેપ્શનમાં કહ્યું “બાદાયુમાં કેટલીક છોકરીઓના ચલણ હેલ્મેટ વગર સ્કૂટી ચલાવવા પર કાપવામાં આવ્યા ? શું ફક્ત છોકરાઓના જ ચલણ કાપવામાં આવે છે ? શું ક્યારેય છોકરાઓ સાથે આટલા પ્રેમથી વાત કરે છે ? છોકરા અને છોકરીઓમાં ભેદભાવ આજે પણ છે.”

આ બાબતે ઘણા યુઝર્સ ફીડબેક આપી રહ્યા છે. કેટલાકે કહ્યું કે તે છોકરીઓ સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે. જો કોઈ છોકરો હોત તો તેને દંડ આપવામાં આવ્યો હોત અથવા તેનો ચલણ કરવામાં આવ્યું હોત. આ ઉપરાંત એક યુઝરે લખ્યું કે છોકરીઓ સાથે પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ, નહીં તો તેઓ રડવા લાગે છે.

Niraj Patel